અમદાવાદ શહેરના છ ઝોનમાં 18 ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે, જેમાં રમતગમતની રમી શકાશે. જેમાં 50 વ્યક્તિ બેસી શકે, ચેન્જિંગ રૂમ જેવી સગવડ પણ તેમાં ઊભી કરાશે. આ 18 જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ 6 થી 7 મહિનામાં તૈયાર થઈ જશે અને જે તે વિસ્તારના યુવાનો ને તેમના વિસ્તારમાં જ રમવા માટે ગ્રાઉન્ડ મળે અને યુવાનો હેલ્ધી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે , આ ઉપરાંત અગાઉ પીપીપી ધોરણે ટેનીસ કોર્ટ બનાવવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ તેનો ઉપયોગ ન થતા તેને ફરીથી ઉપયોગમાં લઈ બાળકો ત્યાં પ્રેક્ટિસ કરી શકે તે દિશામાં કામગીરી કરાશે . આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા હતા તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.
previous post