અમદાવાદ મહાનગરપાલિકામાં 5500 થી વધુ સીસીટીવી નું નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલું છે જેને વધુ સઘન બનાવવા સમગ્ર અમદાવાદ મહાનગરમાં વધારાના 2000 સીસીટીવી કેમેરાનું નેટવર્ક સ્થાપવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે ,આ કેમેરા એઆઈ સજ્જ હશે જેને આગામી છ મહિનામાં લગાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરના ફૂડ ઇન્સ્પેક્ટરોને 16 જેટલા બૉડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. તેઓ ફૂડ ચકાસણી દરમિયાન આ કેમેરાનો ઉપયોગ કરશે. અમદાવાદ શહેરના આસપાસના ઉમેરાતા નવા વિસ્તારોની 12 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ ટીપી રાજ્ય સરકારને મોકલવામાં આવી છે મંજૂરી ને પગલે ઝડપી કામ કરવામાં આવશે.આ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા હતા, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.
previous post