Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મહાઠગ કિરણ પટેલને શ્રીનગરથી અમદાવાદ લવાશે, પત્ની માલિનીને પણ કોર્ટમાં રજૂ કરાશે!

ભેજાબાજ કિરણ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા સોમવારે શ્રીનગરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ, કિરણ પટેલની સાથે તેની પત્ની માલિની પટેલને પણ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. માલિની પેટલની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા કોર્ટને રિમાન્ડ વધારવાની મંજૂરી આપવા અરજી કરી શકાય છે. 

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મહાઠગને અમદાવાદ લવાશે

મળતી માહિતી મુજબ, શહેરના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસની તપાસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ શ્રીનગર પહોંચી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લઈ તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મહાઠગને રોડ માર્ગે શ્રીનગરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલના રિમાન્ડ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ મંગળવારે અથવા બુધવારે કોર્ટમાં તેને રજૂ કરશે. આ સાથે એવી પણ માહિતી છે કે કિરણ પટેલની પત્ની માલિની પટેલને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુ પૂછપરછ માટે માલિની પટેલના રિમાન્ડ વધારવા માટે અરજી કરી શકાય છે. 

પૂર્વ મંત્રીના ભાઈનો બંગ્લો પચાવી પાડવાનો આરોપ

આરોપ છે કે, મહાઠગ કિરણ પટેલની સાથે તેની પત્ની માલિની પટેલે રાજ્યના પૂર્વમંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુ ભવન રોડ પર આવેલો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડી તેમ જ રિનોવેશનના 35 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ કેસમાં માલિની પેટલનું નામ સામે આવતા તે ફરાર થઈ ગઈ હતી. જોકે, પોલીસ તેની જંબુસરમાંથી ધરપકડ કરી હતી. બીજી તરફ મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયના એડીશનલ કમિશનર તરીકે ઓળખ આપીને સરકારી ખર્ચે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઝેડ પ્લસ સિક્યોરિટી, ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાણ, બુલેટપ્રૂફ એસયુવી કારની સુવિધાઓની મજા માણી હતી. જો કે, તેનો ભાંડો ફૂટી જતા જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી. 

संबंधित पोस्ट

विचाराधीन बंदी ने जेल में आत्महत्या का किया असफल प्रयास

Admin

आर्मी में नौकरी लगते ही मुकर गया शादी से, चार साल किया यौन शोषण

Admin

मेरठ यूपी। मां ने 82 हजार में बेचा 3 दिन का बच्चा।

Admin

ભેળસેળીયા વેપારી ઓ બન્યા બેફામ: ૬ સ્થળો કર્યું ચેકીંગ, ૪૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

Admin

અમદાવાદ: ખાલીસ્તાની વોઇસ ક્લીપ મામલે મુંબઈના વ્યક્તિનું નામ આવ્યું સામે, અગાઉ MPથી બે પકડાયા હતા

Karnavati 24 News

ઘરેલુ હિંસા, જાતીય હિંસા, દહેજ સહિતના જુદા જુદા અંદાજે ૨૪૮૩ કેસમાં સુખદ સમાધાન

Admin
Translate »