Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અમદાવાદ: ખાલીસ્તાની વોઇસ ક્લીપ મામલે મુંબઈના વ્યક્તિનું નામ આવ્યું સામે, અગાઉ MPથી બે પકડાયા હતા

તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી, જેની શરૂઆત પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝની હાજરીમાં થઈ હતી. જોકે આ ટેસ્ટ મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા મેસેજ વાયરલ થયા હતા, જેમાં સ્ટેડિયમમાં મેચ ન જોવા લોકોને ધમકી આપી હતી. આ મામલે બે દિવસ પહેલા મધ્યપ્રદેશથી બે લોકોની ધરપકડ કરાઈ હતી, ત્યાર હવે આ કેસમાં મુંબઈના એક શખ્સનું નામ સામે આવ્યું છે.

જણાવી દઈએ કે, સાઇબર ક્રાઇમે આ કેસની ઝીણવટભરી તપાસ કરી બે દિવસ પહેલા મધ્યપ્રદેશના સતના અને રિવા જિલ્લામાંથી રાહુલકુમાર દ્વિવેદ્રી અને નરેન્દ્ર કુશવાહ નામના બે શખ્સની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરછમાં મુંબઈના એક શખ્સનું નામ સામે આવ્યું છે. આથી સાઇબર ક્રાઇમે એ વ્યક્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જણાવી દઈએ કે, મધ્યપ્રદેશથી પકડાયેલા આરોપીઓ પાસેથી સાઇબર ક્રાઇમે 186 સીમકાર્ડ, 11 જેટલા સીમબોક્ષ મશીન, 6 મોબાઈલ, બે લેપટોપ, 3 વાઇફાઇ રાઉટર અને એક કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો કુલ રૂ.11.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વાયરલ મેસેજમાં પીએમ મોદીને લઈ વિવાદીત ટિપ્પણીઓ કરાઈ હતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સોશિલય મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. આ પ્રી-રેકોર્ડેડ વોઇસ કલીપ ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહના અવાજ હોવાનું જણાવાયું હતું. વોઇસ ક્લીપમાં ક્રિકેટ ચાહકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો એવી ધમકી અપાઈ હતી. ઉપરાંત, પીએમ મોદીને લઈ વિવાદીત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ક્લીપ વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ત્યારે સાઇબર ક્રાઇમે પણ સઘન તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

मध्यप्रदेश: सबसे बड़े जॉब फ्रॉड रैकेट में 9 फेक वेबसाइट बनाने वाला मास्टर माइन्ड गिरफ्तार

Admin

ब्रेकअप’ या पढ़ाई का दबाव ? कोटा के अनिकेत का सुसाइट नोट क्या कह रहा …

Admin

રાજકોટમાંથી બાઈક ચોરી કરનાર ગેંગ પકડાઈ : પોલીસે૧૨ બાઈક સહિત મુદ્દામાલ કબજે કર્યો

Admin

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

अबोहर पुलिस ने 1 लाख 25 हजार नशीली गोलियों सहित दो गिरफ्तार , गुजरात से लेकर आए थे नशे की गोलियां ।

Admin

સુરત ગ્રામ્યમાં પિસ્તોલની અણીએ લૂંટ ચલાવનાર ત્રણ લૂંટારુઓને પોલીસે ઝડપી પાડ્યા

Admin
Translate »