Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ભેળસેળીયા વેપારી ઓ બન્યા બેફામ: ૬ સ્થળો કર્યું ચેકીંગ, ૪૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

ભેળસેળીયા વેપારીઓને બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન 6 સ્થળોએથી મળી આવેલો 42 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 10 વેપારીઓને ફૂડ લાઇસન્સ અને હાઇજેનીંગ ક્ધડીશન સબબ નોટિસ આપવામાં આવી છે. આજે મવડી વિસ્તારમાં નંદનવન-3 થી 40 ફૂટ રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 24 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત કિરણ લાઇવ પફમાં 50 નંગ વાસી સેન્ડવીચ, 40 બોટલ લસ્સીનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો હતો. જ્યારે બોમ્બે વડાપાઉંમાં મીઠી ચટણી અને લીલી ચટણીના પાંચ કિલોનો જથ્થો નાશ કરાયો હતો. લસ્સી ડે કાફેમાં ચાર કિલો દાઝ્યુ તેલ અને ત્રણ કિલો બટેટા મસાલાનો નાશ કરાયો છે. જ્યારે ખોડિયાર ફેન્સી ઢોસામાં ત્રણ કિલો વાસી નુડલ્સ અને ત્રણ કિલો વાસી રાંધેલો ખોરાક મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરી દેવામાં આવ્યો હતો. મિલન ખમણમાં ત્રણ કિલો વાસી ખીરૂ, બે કિલો વાસી ઢોકળા જ્યારે નંદનવન ડેરી ફાર્મમાંથી ચાર કિલો પેપ્સી કોલાના પાઉચ મળી આવ્યા હતા. જેનો નાશ કરાયો હતો. દ્વારકાધીશ કોલ્ડ્રિંક્સ, ઓવન્સ બેકરી, ગોપાલ સ્ટોર્સ, રાધે ટ્રેડીંગને નોટિસ આપવામાં આવી હતી. બાર માસી મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે ત્યારે આજે ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ મસાલા માર્કેટોમાં ચેકીંગ દરમિયાન જીરૂં, રાય અને ધાણાના નમૂના લેવાયા હતા. નાનામવા સર્કલ પાસે આવેલી શ્રી રામ મસાલા માર્કેટ સ્થિત જલારામ મસાલા ભંડારમાંથી લૂઝ જીરૂં, ઓમ નારાયણ મસાલા ભંડારમાંથી લૂઝ રાય, શ્રીરામ ઉમિયાજી મસાલા માર્કેટ સ્થિત શ્રી રામેશ્ર્વર મસાલા ભંડારમાંથી લૂઝ જીરૂં અને ભગવતી મસાલા ભંડારમાંથી ધાણાના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

લગ્ન પ્રસંગમાં ગયેલ ડોકટરને જમવાના બદલે ફડાકા ખાવા પડયા: એક શખ્સ સામે ગુનો નોંધાવ્યો

Admin

लापता युवती का शव दो घंटे बाद बगीचे में मिला, जांच में जुटी पुलिस

Admin

પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ ખાર રાખી યુવતીનું કર્યું અપહરણ: યુવકે સસરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

Admin

आजमगढ़ : बाबा साहेब आंबेडकर की मूर्ति तोड़ने पर चक्काजाम, फ़ोर्स तैनात

Karnavati 24 News

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી

ગત વર્ષે એક બોટ ડ્રગ્સ સાથે પકડાઈ અને હવે ગેંગસ્ટર બિશ્નોઈ અમદાવાદની હાઈસિક્યોરીટી સાબરમતી જેલમાં…

Admin
Translate »