Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ઘરેલુ હિંસા, જાતીય હિંસા, દહેજ સહિતના જુદા જુદા અંદાજે ૨૪૮૩ કેસમાં સુખદ સમાધાન

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સખી” વન સ્ટોપ સેન્ટર, રાજકોટ જિલ્લા દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક ગઇકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં “સખી” વન સ્ટોપ સેન્ટર અંતર્ગત વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે આવતા જુદા જુદા કેસ, આવેલા કેસનું કઈ રીતે કાઉન્સેલિંગ થાય છે, વર્ષ દરમિયાન કેટલા કેસ આવ્યા તેની જાણકારી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ઘરેલુ હિંસા, જાતીય હિંસા, દહેજ સહિતના જુદા જુદા અંદાજે ૨૪૮૩ કેસમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. રાજકોટની સાથે સાથે ગોંડલમાં પણ “સખી” વન સ્ટોપ સેન્ટર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે, જેની વિગત પણ આ તકે આપવામાં આવી હતી. આ તકે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ “સખી” વન સ્ટોપ સેન્ટરમાં થતી કામગીરી વિશે લોકોમાં વધુ જાગૃતતા આવે તે માટે નક્કર પ્રયાસો કરવા સૂચવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, મહિલા અને બાળ વિકાસ કચેરીના અધિકારીઓ, સખી વન સ્ટોપના અધિકારીઓ, બાળ સુરક્ષા વિભાગના અધિકારીશ્રી એ.વી.ગોસ્વામી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ મેનેજરશ્રી સાવિત્રી નાથજી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

વડોદરા: સ્કોર્ડન લીડર પતિ પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- પિતા બનવા અસક્ષમ હોવા છતાં…

Admin

લગ્ન પ્રસંગમાં ગયેલ ડોકટરને જમવાના બદલે ફડાકા ખાવા પડયા: એક શખ્સ સામે ગુનો નોંધાવ્યો

Admin

દ્વારકા: ખંભાળિયામાં યુવક પર જીવલેણ હુમલો કરનારા બેને 3 વર્ષની જેલ, અન્ય ઘટનામાં બાઇક ચોરની ધરપકડ

Admin

મોરબીના શક્તિ ચેમ્બરની અનેક દુકાનોમાં ચોરી થયા મામલે પોલીસ ફરિયાદ

Admin

મોરબી ઝૂલતો પુલ કેસમાં બે આરોપીની જામીન અરજી પર દલીલો કરાઈ, શુક્રવારે નિર્ણય

Admin

૪ સ્થળેથી દેશી દારૂ : પોલીસ ચેકિંગ દરમિયાન પાંચ પીધેલા ઝડપાયા

Admin
Translate »