Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ


(જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યાએ આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના પરિણામે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

પ્રભુજી પીપળીયા ગામે વાડીનાં ગોડાઉનમાં ખેડૂતનો આપઘાત

Gujarat Desk

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી

Gujarat Desk

ગાંધીનગર જિલ્લામાં તા. ૩૦મી જાન્યુઆરી થી તા. ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાન યોજાશે

Admin

ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી

Gujarat Desk

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આગામી તા.૦૯ માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણ પત્ર અપાશે

Gujarat Desk

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk
Translate »