Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યના વિવિધ ૬ ઝોનમાં  આવતીકાલ ૧૬ ફેબ્રુઆરીએ યોજાશે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા



યોગાસન સ્પર્ધા ૨૦૨૫

વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

ગુજરાતમાં યોગને ઘરે-ઘરે પહોંચાડવા અને નાગરિકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશાં પ્રયત્નશીલ છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરાયું છે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ ગુજરાતના બધા જિલ્લાઓમાં યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ૧૫,૦૦૦ થી  વધુ સ્પર્ધકો સહભાગી થયા હતા. વિજેતા સ્પર્ધકો આવતીકાલ તા. ૧૬ ફેબ્રુઆરીએ યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના કુલ ૬ ઝોન અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, સુરત અને રાજકોટ ખાતે ઝોન કક્ષાની સ્પર્ધા યોજાશે.

ઝોન કક્ષાની સ્પર્ધામાં જે જીતશે તેમને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત તેઓ રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા માટે પણ પસંદ થશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકો ગુજરાતના સૌથી સારા યોગ ચેમ્પિયન ગણાશે અને તેઓ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સ્પર્ધા યુવાનોને યોગ સાથે જોડવા માટે એક સારું માધ્યમ બની રહી છે. વિદ્યાર્થીઓ, યુવા ખેલાડીઓ, શિક્ષકો અને યોગને પ્રેમ કરનારા દરેક નાગરિકો માટે આ સ્પર્ધા યોગના ક્ષેત્રમાં આગળ વધવાની સુવર્ણ તક છે.

संबंधित पोस्ट

સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર – અમદાવાદ શહેરમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરતી લીઓ ઇંગ્લિશ સ્કૂલ, વટવા

Gujarat Desk

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

અમદાવાદમાં જીએસટી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી

Karnavati 24 News

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

બાવળાનાં ઢેઢાળમાં એક કેમિકલ ફેક્ટરીમાં 2 શ્રમિકનાં મોત થતાં ચકચાર મચી ગયો

Gujarat Desk

૩૦મી જાન્યુઆરી – “શહીદ દિન” દેશના શહીદ વિરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

Gujarat Desk
Translate »