Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

રાજુલા પોલીસે રેઢા આરોપીને અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી કાર્યવાહી કરી

ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારો (દેવીપુજક ગેંગ) ના કુલ-૦૪ આરોપીઓને ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના ,મોટર સાયકલ સહિત કુલ કિ.રૂ.૩,૦૦,૨૧૭/-ના મુદામાલ સાથે પકડી પાડી અમરેલી, રાજકોટ, મુંદ્રા, અંજાર,મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લાઓના કુલ-૧૪ ગુન્હાઓ ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ
             ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓમાં આગામી હોળી/ઘુળેટીના તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરસ્સ્થિતિ જળવાઇ રહે તે અંગે કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ આગામી હોળી/ઘુળેટીના તહેવાર દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરસ્સ્થિતિના ભાગરૂપે વાહન ચેકીંગ કરવાં સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હતું
             જે સુચના અને માર્ગદર્શન અન્વયે સા.કુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા એ ડીવીઝનના પો.સ્ટે વિસ્તારની ચેક પોસ્ટ તેમજ બહારના જિલ્લાઓમાંથી આવતા વાહનો તેમજ પરપ્રંતિય મજુરોને ચેક કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટે ના હિંડોરણા ચોકડીએ વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન ઉના તરફથી એક કાળા કલરના મોટર સાઇકલમા ત્રણ ઇસમો ત્રણ સવારીમા નીકળતા તેઓને રોકી મોટર સાઇકલની માલીકી અંગે આર.સી. બુક વિગેરે આધાર પુરાવો માંગતા આ મોટર સાઇકલના ચાલક પાસે આવો કોઇ આધાર પુરવો ન હોય અને મજકુર ત્રણેય ઇસમો ફર્યુ ફર્યુ બોલી સંતોષ કારક જવાબ આપતા ન હોય જેથી સદર મોટર સાઇકલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા જતા સરકારી મોબાઇલ ફોનમાં રહેલ ’પોકેટ કોપ મોબાઇલ’’ એપ્લીકેશનમા સદર મોટર સાઇકલના આર.ટી.ઓ નંબર GJ 18 DF 7274 સર્ચ કરતાં આ મોટર સાઇકલના માલીકનુ નામ પ્રતાપજી ઠાકોર બબાજી રહે.૨-ગરબા ચોક સઇજ તા.કલોલ જી.ગાંધીનગર વાળાનુ નામ બતાવતા હોય
જેથી આ બાબતે ગાંધીનગર જીલ્લાના કલોલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ખરાઇ કરતાં ઉપરોકત મોટર સાયકલ ચોરી થયેલ હોવાનું જણાવતા તેમજ આ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR
ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો સદર મોટર સાઇકલ ચોરીનો ગુન્હો નોધાયેલ હોવાની હકિકત જણાયેલ.તેમજ મજકુર ત્રણેય ઇસમોની અંગજડતી કરતાં સોના ચાંદીના દાગીનાઓ મળી આવેલ જે બાબતે પુછપુરછ કરતાં આ દાગીનાઓ તેઓએ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની તથા પોતાની સાથે ચોરીમાં મુકેશભાઇ તળશીભાઇ કાવઠીયા રહે.બાબરા વાળો હોવાની કબુલાત આપેલ.
           ત્યારબાદ ઉપરોકત ઇસમોની યુકિત પ્રયુકિતથી સઘન પુછપુરછ કરતાં મજકુર ઇસમો પાસેથી મળી આવેલ મુદામાલ સિવાય અન્ય મુદામાલ તથા રોકડ રૂપિયા અન્ય જગ્યાએ સંતાડેલ હોય જે મુદામાલ પણ ચોરીનો હોવાની કબુલાત આપી મજકુર ઇસમોએ કાઢી બતાવી રજુ કરતાં ડીસ્કવરી પંચનામાની વિગતે કબ્જે કરેલ.જે કબ્જે કરેલ તમામ મુદામાલની વિગત
(૧) એક હીરો કંપનીનુ સ્પેલેન્ડર પ્લસ, ગ્રે બ્લેક કલરનુ RTO રજી.નં.GJ 18 DF 7274 કિ.રૂ.૧૫,૦૦૦/
(૨) સોનાની માથામાં નાખવાની પીન નંગ-૨ કુલ વજન ૪.૦૦ ગ્રામ, કિ.રૂ.૨૧,૨૦૦/-
(૩) સોનાની કાનની સર નંગ-૨ કુલ વજન ૧.૭૩૦ ગ્રામ કિ.રૂ.૩૯૮૦/-
(૪) સોનાનો ચેઇન નંગ-૧ વજન ૧૬.૧૩૦ ગ્રામ કિ.રૂ.૮૧,૫૦૦/-
(૫) સોનાનો પારો નંગ-૧ વજન ૧.૦૫૦ ગ્રામ કિ.રૂ.૪૧૭૦/-
(૬) સોનાના કાનના દાણા નંગ-૨ કુલ વજન ૧.૫૦ ગ્રામ કિ.રૂ.૫૫૦/-
(૭) સોનાની ગોળ આકારની બુટી નંગ-૨ વજન ૨.૯૪૦ ગ્રામ કિ.રૂ.૧૩,૫૦૦/-
(૮) સોનાની બુટી નંગ-૨ જેનુ વજન આશરે ૨.૮૦૦ ગ્રામ કિ.રૂ.૧૧,૯૦૦/-
(૯) સોનાની પાંદડીનુ વજન આશરે ૧ ગ્રામ કિ.રૂ.૩૫૮૦/-
(૧૦) સોનાની બુટી પાંદડી ધાટની સર વાળી જેનુ વજન આશરે ૫.૮૮૦ ગ્રામ કિ.રૂ.૨૬,૦૩૭/-
(૧૧) ચાંદીની નાની લકી (પોચી) જેનુ વજન આશરે ૩.૮૦૦ ગ્રામ કિ.રૂ.૩૭૫/-
(૧૨) ચાંદીની કડલી નાની નંગ-૨ નુ વજન આશરે ૧૪.૦૫ ગ્રામ કિ.રૂ.૪૦૦/-
(૧૩) સોનાના પેંડલનુ વજન આશરે ૨.૭ ગ્રામ કિ.રૂ.૧૩,૦૦૦/-
(૧૪) એક LED ટી.વી. કાળા કલરની બોડી વાળુ સેમસંગ કંપનીનુ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૧૫) એક LED ટી.વી. કાળા કલરની બોડી વાળુ માઇક્રોમેક્સ કંપનીનુ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૧૬) ચાંદીની ઝાંઝરી નંગ-૨ વજન આશરે ૧૫૫ ગ્રામ કિ.રૂ.૬,૯૦૦/-
(૧૭) ચાંદીની છડા નંગ-૩ વજન આશરે ૮૧.૮૦૦ ગ્રામ કિ.રૂ.૩૬૦૦/-
(૧૮) ચાંદીનો ઝુડો નંગ-૧ વજન આશરે ૨૭.૩૦૦ ગ્રામ કિ.રૂ.૧૨૫૦/-
(૧૯) સોનાની વીટી નંગ-૨ જેનુ વજન આશરે ૧૨.૬૦૦ ગ્રામ કિ.રૂ.૬૨,૫૦૦/-
(૨૦) સોનાનુ પેંડલ નંગ-૧ જેનુ વજન આશરે ૦.૪૯૦ ગ્રામ કિ.રૂ.૨૦૮૦/-
(૨૧) ચાંદીનુ પરચુરણ જેનુ વજન આશરે ૧૮ ગ્રામ કિ.રૂ.૫૦૦/-
(૨૨) રોકડા રૂપિયા ૪,૩૦૦/-
 કુલ મુદામાલની કિ.રૂ.૩,૦૦,૨૧૭/-(ત્રણ લાખ બસો સતર)
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) વિપુલભાઇ વલ્લભભાઇ કાવઠીયા ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ દાત્રાણા ગોધમાપરુ તા.મેંદરડા જી.જુનાગઢ મુળ રહે.ગળકોટડી ગામ તા.બાબરા
(૨) ચીરાગભાઇ કીશોરભાઇ પરમાર ઉ.વ.૨૦ ધંધો ભંગારની ફેરી રહે.હાલ મોરબી પંચાસર ચોકડી મુળ રહે.ખોખડદર તા.જી.રાજકોટ
(૩) બટુકભાઇ વેલજીભાઇ સોલંકી ઉ.વ.૩૫ રહે.હાલ ચોટીલા મંદીરની બાજુમા જી.સુરેન્દ્રનગર મુળ રહે.ધુડીયા આગરીયા તા.રાજુલા જિ.અમરેલી
(૪) મુકેશભાઇ તળશીભાઇ કાવઠીયા રહે.બાબરા જી.આઇ.ડી.સી પાસે
શોધી કાઢેલ (ડીટેકટ) ગુનાઓની વિગત
(૧) ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન FIR ઇ.પી.કો.કલમ ૩૭૯
(૨) વાંકાનેર સીટી પો.સ્ટે. FIR ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
(૩) ચોટીલા પો.સ્ટે. FIR ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
(૪) લાઠી પો.સ્ટે. FIR ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
(૫) લાઠી પો.સ્ટે. FIR ઇ.પી.કો.ક. ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
(૬) દામનગર પો.સ્ટે. FIR ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
(૭) દામનગર પો.સ્ટે. FIR ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
(૮) આજથી ત્રણેક વષૅ પહેલા કચ્છ જિલ્લાના મુંદ્રા-માંડવી હાઇવે પર આવેલ મોબાઇલની દુકાનમાંથી કુલ-૩૨ મોબાઇલની ચોરી તથા તેની બાજુમાં આવેલ ઓફિસમાંથી રોકડા રૂ.૬૦,૦૦૦/- ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
(૯) આજથી બે વષૅ પહેલા કચ્છ જિલ્લાના અંજારમાં આવેલ વરસાણા પેટ્રોલપંપની બાજુમાં આવેલ બંધ કંપનીમાંથી લોખંડ તથા લોખંડની એંગલોની સતત છ માસ સુધી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
(૧૦) આજથી ત્રણેક વષૅ પહેલા કચ્છ જિલ્લાના અંજાર ગાંધીધામ રોડ ઉપર આવેલ સોસા.માંથી બંધ મકાનમાંથી ચાર મોબાઇલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧૧) આજથી ત્રણેક વષૅ પહેલા ૨૦૨૦ ના નવેમ્બર ડીસેમ્બર માસમાં વાંકાનેર શહેરમાં રેલ્વે ફાટક પાસે આવેલ બંધ મકાનમાંથી રોકડા રૂ.૯૦,૦૦૦/- ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
(૧૨) આજથી એકાદ વષૅ પહેલા રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ગામેથી પરપ્રાંતિય મજુરોની ઓરડીમાંથી ત્રણ મોબાઇલની ચોરી કરેલાનું જણાવે છે.
(૧૩) આજથી ચારેક માસ પહેલા રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ વાડીની ઓરડીમાંથી વીસેક કિલો તાંબાના વાયરની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧૪) દસ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ભીલડી ગામેથી બંધ દુકાનના તાળા તોડી રોકડા રૂ.૭૦૦/- તથા પાન મસાલાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ
(૧) જુનાગઢ તાલુકા આઇપીસી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
(૨) સુરત શહેર અમરોલી પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
(૩) કચ્છ દુધઇ પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ
(૪) કચ્છ દુધઇ પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ
(૫) કચ્છ અંજાર પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
(૬) કચ્છ અંજાર પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
(૭) કચ્છ અંજાર પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૭, ૩૮૦ મુજબ
(૮) કચ્છ અંજાર પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબ
(૯) કચ્છ અંજાર પો.સ્ટે આઇપીસી કલમ ૩૭૯ મુજબ
(૧૦) અમરેલી જિલ્લાના બાબરા પો.સ્ટે આઇપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) ૧૧૪ મુજબ
              પકડાયેલ આરોપી પૈકી વિપુલભાઇ વલ્લભભાઇ કાવઠીયા ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ દાત્રાણા ગોધમાપરુ તા.મેંદરડા જી.જુનાગઢ મુળ રહે.ગળકોટડી ગામ તા.બાબરા જી.અમરેલીનો છેલ્લા પાંચ વષૅથી (સને ૨૦૧૮) થી કચ્છ જિલ્લાના ભચાઉ પો.સ્ટે આઇપીસી કલમ ૪૫૪,૪૫૭, ૩૮૦ મુજબના કામે નાસતો ફરતો હોવાનું જણાયેલ છે
પકડાયેલ આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
 આરોપીઓ ગુજરાત રાજયાના અલગ અલગ જિલ્લાઓમાં શહેર કે ગામ હાઇવે રોડની આજુબાજુમાં પોતાની ચોરી વાળી મોટર સાયકલ સાથે રેકી કરી ત્રણ સવારી અથવા ડબલ સવારી રેકી કરી બંધ મકાન તથા દુકાનના તાળા તોડી મોબાઇલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે
                આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા એ.એમ.રાધનપરા પો.સબ.ઇન્સ તેમજ સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેઙ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેઙ.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા એ.એસ.આઇ દિનેશભાઇ દયાળભાઇ મકવાણા તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા ડ્રાઇવર હેઙ.કોન્સ શૈલેષગીરી દલપતગીરી ગોસાઇ તથા સર્વેલન્સ સ્કોડના પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ચ;દેશભાઇ મનુભાઇ કવાડ તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ
બાઈટ – હિમકર સિહ
એસ પી અમરેલી

संबंधित पोस्ट

બોટાદ ના યુવા નને બે શખ્સ પાઈપ ફટકાર્યા હતા .

Admin

ફિશ એક્સપોર્ટરની કારને ઠોકર : એલ.સી.બી. કચેરી નજીક જ આપી જાનથી મારી નાખવાની ધમકી

Admin

5 વર્ષ થી અપહરણના આરોપીને પોલિસે ભિલોડાના વાંદીયોલ નજીકથી ઝડપ્યો

Admin

મહાઠગ કિરણ પટેલની કસ્ટડી સાથે ગુજરાત પોલીસ ગુરુવારે પહોંચશે અમદાવાદ

Admin

महाराष्ट्र: दो अलग-अलग घटनाओं में ट्रांसफार्मर के पुर्जे की चोरी, कीमत चौंका देगी!

Admin

महाराष्ट्र: पुणे के गूगल ऑफिस को बम से उड़ाने की मिली धमकी, हैदराबाद से युवक को किया गिरफ्तार

Admin