Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

કાર લે-વેચના ધંધાર્થીને વ્યાજખોરોનો ત્રાસ: આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટમાં ગાયકવાડી વિસ્તારમાં આવેલી સિંધી કોલોનીમાં રહેતા કાર લે-વેચના ધંધાર્થીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં ગત રાત્રીના ત્રણ વ્યાજખોર યુવાનના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી માર મારતા યુવાને રેસકોર્સમાં દવા ગટગટાવી લેતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિંધી કોલોનીમાં ઝુલેલાલ મંદિર પાસે રહેતા અને કાર લે-વેચનું કામકાજ કરતા સમીરભાઈ નટવરલાલ તન્ના નામના 42 વર્ષીય યુવાને ગત મોડી રાત્રીના રેસકોર્સમાં ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સમીરભાઈ તન્ના કાર લે-વેચનું કામકાજ કરે છે. તેને ઉદય ચૌહાણ, દિગુભા ચૌહાણ અને જયદીપ ચૌહાણ પાસેથી પહેલા 5 ટકાના દરે રૂ.7 લાખ લીધા હતા. ત્યાર બાદ રૂ.5 લાખ રોજના રૂ.5,000ના હપ્તે લીધા હતા. જેની સિક્યુરિટી પેટે સમીરભાઈએ પોતાની બે કાર રાખી હતી. છેલ્લા ઘણા સમયથી આ ત્રણેય વ્યાજખોરોએ સમીરભાઈ તન્ના પાસે ઉઘરાણી કરી રહ્યા છે. પરંતુ પૈસાની વ્યવસ્થા ન થતાં ઉદય ચૌહાણ, દીગુભા ચૌહાણ અને જયદીપ ચૌહાણ સમીરભાઈના ઘરે આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ સમીરભાઈ પાસે પૈસા ન હોવાથી ત્રણેય વ્યાજખોરોએ યુવાનને માર માર્યો હતો. જેથી લાગી આવ્યા બાદ સમીરભાઈ મોડી રાત્રીના રેસકોર્સમાં ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

संबंधित पोस्ट

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

શહેરના દાણા પીઠમાંથી પોલીસે ભુરાને લેતા રર ચોરીના રહસ્યો ખુલ્યા

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

Admin

औरैया : घर में फेंके गए बम, दो युवतिया घायल, हालत गंभीर

Karnavati 24 News

विचाराधीन बंदी ने जेल में आत्महत्या का किया असफल प्रयास

Admin

बिहार: नालंदा जिले में युवक की पीट-पीटकर हत्या, एक गिरफ्तार

Admin
Translate »