Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ગાંધીનગર: પુરપાટ આવતા ટ્રેલરચાલકે રિક્ષાને અડફેટે લીધી, મહિલા નીચે પટકાતા ટાયર ફરી વળ્યું, બંને પગ છુંદાઈ ગયા

ગાંધીનગરના શેરથા પાસે એક ગોઝારો અકસ્માત બન્યો હતો, જેમાં ટ્રેલરચાલકે આગળ જતી રિક્ષાને ટક્કર મારી હતી. આથી રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં બેઠેલી યુવતી રોડ પર પટકાઈ હતી. દરમિયાન ટ્રેલરનું ટાયર યુવતીના બંને પગ પર ફરી વળ્યું હતું. યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાં યુવતીનો એક પગ ઘૂંટણથી કાપવાની નોબત આવી હતી. આ ઘટનામાં અડાલજ પોલીસે ફરાર ટ્રેલરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

કલોલમાં સંબંધીની ખબર કાઢવા ગયા હતા

માહિતી મુજબ, 12 ફેબ્રુઆરીના રોજ રામોલ રહેતા 30 વર્ષીય રિક્ષાચાલક આસિફશેખ તેમના મામા-મામી અને મામાની દીકરી બિલ્કીસબાનું શેખ અને નરગિસબાનું પાઠણને રિક્ષામાં  કલોલ-સઇજ ખાતે આવેલા ગુરુકુલ દવાખાનામાં સંબંધીની ખબર કાઢવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન પરત ફરતી વખતે કલોલથી અડાલજ તરફ જતા હાઈવે રોડ પર એક પુરપાટ આવતા ટ્રેલરે તેમની રિક્ષાને અડફેટે લીધી હતી. ટ્રેલરની ટક્કરથી રિક્ષા ફંગોળાઈ હતી. આથી બિલ્કીશબાનુ નીચે પડી ગયા હતા. દરમિયાન ટ્રેલરચાલકે તેનું ટ્રેલર બિલ્કીશબાનુંના બંને પગ પર ચડાવી દીધું હતું. આથી તેમના બંને પગ છુંદાઈ ગયા હતા.

ડાબા પગે પ્લાસ્તિક સર્જરી કરાઈ

ઇજાગ્રસ્ત બિલ્કીશબાનું ને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોને બિલ્કીશબાનું નો જમણો પગ ઘૂંટણથી કાપવાની ફરજ પડી હતી. જ્યારે ડાબા પગે પ્લાસ્તિક સર્જરી કરી હતી. આ મામલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરાર ટ્રેલરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.

संबंधित पोस्ट

મહાઠગ કિરણ પટેલની કસ્ટડી સાથે ગુજરાત પોલીસ ગુરુવારે પહોંચશે અમદાવાદ

Admin

एमपी के खंडवा कोर्ट का बड़ा फैसला,40 आरोपियों को 7-7 साल की सजा।

Admin

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી

ગાંધીનગર: પ્લોટનું ભાડું અને વીજળી બિલ ન ચૂકવી 11.33 લાખની છેતરપિંડી કરનાર દંપતી સામે ફરિયાદ

Admin

यूपी के आगरा में चलती कार में युवती से छेड़छाड़, शोर मचाने पर ग्रामीणों ने पकड़ा,

Admin

અમદાવાદ: ઠંડાપીણાની મજા લેતા પહેલા ચેતી જજો…રેડમાં અયોગ્ય 700 લીટર ઠંડાપીણા-શરબતનો નાશ કરાયો, આટલી એકમોને નોટિસ

Admin
Translate »