Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ગાંધીનગર: પ્લોટનું ભાડું અને વીજળી બિલ ન ચૂકવી 11.33 લાખની છેતરપિંડી કરનાર દંપતી સામે ફરિયાદ

ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા જીઆઈડીસીમાં એક દંપતીએ પ્લોટ ભાડે રાખી ભાડું અને લાઇટ ન ભરી રૂ.11.33 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. સાથે જ દંપતીએ પ્લોટ પર કબજો પણ કરી લીધો હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલે કલેક્ટરના હુકમ બાદ સેક્ટર-21 પોલીસે દંપતી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, ગાંધીનગરના કુડાસણમાં રહેતા મહેશ વીરમગામા સેક્ટર-5 જીઆઈડીસીમાં નિરૂપતિ એન્જિનિયરિંગ નામથી ટુલ્સનો વેપાર કરે છે. તેમણે સેક્ટર-26 જીઆઈડીસીમાં આવેલો તેમનો પ્લોટ રાઇઝ એન્ડ ગ્લો ફૂડ એન્ડ બેવરેજિસ પ્રા. લી. કંપનીના ડિરેક્ટર રાજ દવે તથા પૂજા દવેને રૂ.55 હજારના માસિક ભાડે અગિયાર માસ માટે આપ્યો હતો. ભાડા કરાર મુજબ, પ્લોટનું લાઇટ બિલ અને ટેક્સ બિલ પણ ભરવાનું નક્કી કરાયું હતું.  સાથે રૂ.1.10 લાખ ડિપોઝિટ પેટે પણ લેવાયા હતા.

છ મહિના પછી ભાડું, વીજળી બિલ ન ચૂકવ્યા

જોકે પ્લોટ ભાડે લીધાના છ મહિના બાદ ભાડું આપવાનું દંપતીએ બંધ કરી દીધું હતું. વારંવાર મહેશભાઈ દ્વારા ભાડું માગવા છતાં પણ દંપતી બાકી ભાડાના પૈસા ચૂકવતા નહોતા અને દરમિયાન તેમણે વીજળીનું બિલ પણ ચૂકવ્યું નહોતું અને ભાડા કરારનો ભંગ કર્યો હતો. આ મામલે મહશેભાઈ દંપતીને નોટિસ ફટકારી હતી. જોકે તેમ છતાં પણ દપંતી દ્વારા કોઈ ચૂકવણી ન કરાતા અને પ્લોટ પચાવી પાડવાના બદ ઈરાદે કોર્ટમાં દાવો કરાતા મહેશભાઈએ  લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી, જેમાં ભાડા પેટે રૂ. 7.53 લાખ અને 3.80 લાખ વીજળી બિલ આમ કુલ 11.33 લાખની છેતરપિંડીની ફરિયાદ કરાઈ હતી. આ મામલે સેક્ટર – 21 પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Admin

શહેરના કુંભારવાડામાંથી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ડુપ્લીકેટ રૂપિયા ૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતો શખ્સ ઝડપાયો

Admin

महाराष्ट्र: फूड कंपनी की फ्रेंचाइजी लेने के लिए युवक ने गूगल पर किया सर्च, ठग ने 16 लाख रूपये ऐंठे

Admin

महाराष्ट्र: पुणे के गूगल ऑफिस को बम से उड़ाने की मिली धमकी, हैदराबाद से युवक को किया गिरफ्तार

Admin

भरतपुर में मूर्ति को लेकर देर रात हुआ विवाद, ग्रामीणों का देररात तक हंगामा; पुलिस पर पथराव, पुलिस ने आंसू गैस के गोले दागे

Admin

5 વર્ષ થી અપહરણના આરોપીને પોલિસે ભિલોડાના વાંદીયોલ નજીકથી ઝડપ્યો

Admin