Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
શિક્ષણ

સેના વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે JUNની પૂર્વ વિદ્યાર્થીની શેહલા રશીદ સામે ચાલશે કેસ

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ શેહલા રશીદની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ શેહલા રશીદ સામે કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે. સેના વિરૂદ્ધ કરેલા કેટલાક ટ્વિટના મામલે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

શેહલા રાશિદે ટ્વિટ કરતા વિવાદ સર્જાયો

નોંધનીય છે કે, શેહલા રશિદે ઓગસ્ટ 2019માં બે ટ્વિટ કર્યા હતા, જેના કારણે એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર સપ્ટેમ્બર, 2019માં તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ મામલે કેસ ચલાવવાનો પ્રસ્તાવ એલજીને મોકલવામાં આવ્યો હતો, જેને તેમણે સ્વીકારી લીધો છે. આપને જણાવી દઈએ કે, 18 ઓગસ્ટ, 2019ના રોજ શેહલાએ પોતાના ટ્વિટમાં એવો દાવો કર્યો હતો કે, ‘સશસ્ત્ર દળો રાત્રે લોકોના ઘરમાં ઘૂસીને છોકરાઓને ઉપાડી રહ્યા છે, ઘરોમાં તોડફોડ કરી રહ્યા છે, જાણીજોઈને જમીન પર રાશન ફેંકી રહ્યા છે, ચોખામાં તેલ ભેળવી રહ્યા છે અને બીજું ઘણું બધું. રાત્રે 12 વાગ્યે કરી રહ્યા છે.’

ટ્વિટ બાદ શેહલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

જ્યારે બીજા ટ્વિટમાં લખ્યું હતું કે, ચાર લોકોને શોપિયાંમાં આર્મી કેમ્પમાં બોલાવવામાં આવ્યા અને પૂછપરછના નામે ટોર્ચર કરવામાં આવ્યા. તેમની નજીક એક માઈક મૂકવામાં આવ્યું હતું, જેથી તેમની ચીસો સમગ્ર વિસ્તારમાં સંભળાય અને લોકો ગભરાઈ જાય, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.’ શેહલાના આ ટ્વિટ્સ બાદ વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે આઈપીસીની કલમ 153એ હેઠળ એફઆઈઆર નોંધી છે. હવે એલજીએ સીઆરપીસી 1973ની સંબંધિત કલમ 196 હેઠળ કાર્યવાહી કરવાની પરવાનગી આપી છે.

તપાસ એજન્સીએ કહ્યું- સેના વિરુદ્ધ ટ્વિટ ગંભીર મુદ્દો

આ અંગે સંબંધિત તપાસ એજન્સીએ તેની ટિપ્પણીમાં કહ્યું કે, કેસની પ્રકૃતિ, સ્થાન અને સેના વિરુદ્ધ ખોટા આરોપોનું સ્તર તેને ગંભીર મુદ્દો બનાવે છે. દરેક ટ્વીટ પર ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ નહીં, પરંતુ આ મામલામાં આવી ટ્વીટ પર શેહલા રશિદ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

संबंधित पोस्ट

અમદાવાદ: હવે ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા? IPS હસમુખ પટેલ કહી આ વાત

Admin

જાન્યુઆરીમાં એલડી એન્જીનીયરીંગમાં પ્લેસમેન્ટ પ્રક્રિયા શરૂ થશે, 70થી વધુ કંપનીઓ કેમ્પસમાં ભાગ લેશે

Admin

તારીખ લંબાવાઈ, લેટ ફી સાથે GUJCETમાં રજીસ્ટ્રેશન કરી શકે છે વિદ્યાર્થીઓ

Admin

ધોરણ 1માં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક

Admin

फरीदाबाद: आशा कॉन्वेंट स्कूल में साइंस प्रदर्शनी आयोजित, छात्रों ने उत्साह के साथ लिया भाग

Admin

देहरादून उत्तराखंड। उत्तराखंड के सभी स्कूल, कॉलेज में होगा एंटी ड्रग्स सेल का गठन, मांगे जा रहे सुझाव।

Admin
Translate »