Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
શિક્ષણ

જાન્યુઆરીમાં એલડી એન્જીનીયરીંગમાં પ્લેસમેન્ટ પ્રક્રિયા શરૂ થશે, 70થી વધુ કંપનીઓ કેમ્પસમાં ભાગ લેશે

ઉત્તરાયણ બાદ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટની કાર્યવાહીનો પ્રારંભ થશે. 15મી જાન્યુઆરીથી જુલાઈ મહિના દરમિયાન આયોજિત આ જોબ પ્લેસમેન્ટમાં આશરે 425થી વધુ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.4.5 લાખથી 11 લાખ સુધીનું જોબ પ્લેસમેન્ટ ઓફર કરાશે.

શૈક્ષણિક વર્ષ 2022-23ના મે-જૂનમાં પાસ થનારા બીઈ ફાઈનલ યરના વિદ્યાર્થીઓને આ જોબ પ્લેસમેન્ટ ઓફર કરાશે. એલ. ડી. એન્જિનિયરિંગમાં આઈટી, કેમિકલ, સિવિલ, મિકેનિકલ, ઓઈલ એન્ડ ગેસ, ઓટોમોબાઈલ સહિતના સેક્ટરની આશરે 70થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લાયકાત- દેખાવ, આત્મવિશ્વાસ, ટેકનિકલ નોલેજ, બીજા પાસેથી કામ કઢાવવાની આવડત સહિતના પાસાંને ધ્યાનમાં રાખીને જોબ ઓફર કરવામાં આવશે. અગાઉ 1175 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૩ લાખથી રૂ.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. કોલેજના પ્લેસમેન્ટ સેલ તરફથી પ્લેસમેન્ટને લગતી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.

કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા ફાઈનલ યરના વિદ્યાર્થીઓને બાયોડેટા બનાવવા, ઇન્ટરવ્યૂમાં બેસતા સમયે કેવી બોડી લેંગ્વેજ રાખવી, જવાબ આપવા માટે આત્મવિશ્વાસ કેળવવાની સ્કિલ ઉપરાંત એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગ્રૂપ ડિક્શન, પર્સનલ ઇન્ટરવ્યૂ સહિતની બાબતની સઘન તાલીમ આપવામાં આવે છે.

संबंधित पोस्ट

સેના વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે JUNની પૂર્વ વિદ્યાર્થીની શેહલા રશીદ સામે ચાલશે કેસ

Admin

फरीदाबाद: आशा कॉन्वेंट स्कूल में साइंस प्रदर्शनी आयोजित, छात्रों ने उत्साह के साथ लिया भाग

Admin

તારીખ લંબાવાઈ, લેટ ફી સાથે GUJCETમાં રજીસ્ટ્રેશન કરી શકે છે વિદ્યાર્થીઓ

Admin

ધોરણ 1માં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક

Admin

देहरादून उत्तराखंड। उत्तराखंड के सभी स्कूल, कॉलेज में होगा एंटी ड्रग्स सेल का गठन, मांगे जा रहे सुझाव।

Admin

फरीदाबाद: नवाचार में नेतृत्व एवं रचनात्मकता के लिए प्रो. ज्योति राणा को मिला ‘स्वावलंबिका सम्मान- 2023’

Karnavati 24 News
Translate »