Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
શિક્ષણ

એપોલો ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે આયોજિત ત્રિદિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડીંડોરના હસ્તે ખુલ્લો મુકાયો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગર, જિલ્લા શિક્ષણાઘિકારીની કચેરી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ગાંધીનગર જિલ્લા વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન એપોલો ઇન્ટરનેશનલ સ્કુલ, કુડાસણ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનને શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડીંડો૨ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનનું સુચારું સંચાલન કુડાસણ કેળવણી મંડળ, નવયુગ વિઘાલય અને એપોલ ઇન્ટરનેશનલ સ્કુલ, કુડાસણ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 આ પ્રસંગે શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણા દેશનો ઇતિહાસ દિવ્ય અને ભવ્ય હતો. એક સમયે નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિઘાલયમાં વિદેશથી લોકો શિક્ષણ મેળવવા આવતા હતા. તે સમયે શિક્ષણ મેળવવા માટે વિઘાર્થીઓને ગુરૂકુળમાં રહીને લેવું પડતું હતું. એવું કહેવાય છે કે, ગુરૂકુળમાં શિક્ષણ મેળવવા આવતા વિઘાર્થીઓને ૬૪ દિવસમાં ૬૪ કળાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું.
 આ પ્રદર્શન – મેળાઓ થકી વિઘાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે, તેવું કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, આપણી આસપાસ રહેલી અનેક ચીજવસ્તુઓની શોઘ કોઇને કોઇ વૈજ્ઞાનિકે કરી છે. આ પ્રકારની પ્રરેણા વિઘાર્થીઓને શાળામાં યોજાતા આવા કાર્યક્રમો થકી જ મળી રહે છે. વિઘાર્થીઓ વચ્ચે નવા સંશોઘન અને વિચારોની આપ- લે પણ થાય છે. ૨૧મી સદી સાથે કદમ મિલાવવા માટે અક્ષરજ્ઞાન સાથે ટેકનોલોજીનું પણ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે.
 ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં શિક્ષણ ખૂબ જરૂરી છે, તેવું કહી મંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સ્ટુન્ડ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસ અમલી બનાવવામાં આવી છે. આ પોલીસ માટે ખાસ બજેટની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ નવીન સંશોઘન કરનાર સ્ટુન્ડને રાજય સરકાર જરૂરી મદદ પણ કરશે. રોજગારની તકો ઉભી કરવા માટે સરકાર દ્વારા સ્કીલ બેઇઝ એજ્યુકેશનને પ્રાઘાન્ય આપવામાં આવી રહ્યું છે.
 એપેલો ઇન્ટનેશનલ સ્કુલના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, બાળકોને તેમનામાં પડેલી શક્તિને ઉજાગર કરવા આ પ્રકારના કાર્યક્રમો સ્ટેજ આપે છે. આજે મેળામાં સહભાગી બનેલા વિઘાર્થી આવતીકાલના વૈજ્ઞાનિક કે સારા આચાર્ય- શિક્ષક પણ બની શકે છે.
 આ વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શમાં ગાંધીનગર જિલ્લાની વિવિઘ શાળામાંથી ૨૯૨ વિઘાર્થીઓ સહભાગી બન્યા છે. તેમના દ્વારા વિવિઘ વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. કાર્યક્રમના આરંભે એપોલો ઇન્ટરનેશનલ સ્કુલના આચાર્ય રૂપલબા બિહોલાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
 આ પ્રસંગે કુડાસણના કોર્પોરેટર શૈલીબેન ત્રિવેદી, જી.સી.આર.ટીના નિયામક ડી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણ- તાલીમ ભવના પ્રાચાર્ય ર્ડા. હિતેષ દવે, ગાંધીનગર જિલ્લા શિક્ષણાઘિકારી ર્ડા. ભગવાનભાઇ પ્રજાપતિ, આચાર્ય સંઘના પ્રમુખ પ્રદિપસિંહ ચાવડા, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઘર્મેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
( પરિમલ પટેલ )

संबंधित पोस्ट

અમદાવાદ: હવે ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા? IPS હસમુખ પટેલ કહી આ વાત

Admin

સેના વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે JUNની પૂર્વ વિદ્યાર્થીની શેહલા રશીદ સામે ચાલશે કેસ

Admin

फरीदाबाद: नवाचार में नेतृत्व एवं रचनात्मकता के लिए प्रो. ज्योति राणा को मिला ‘स्वावलंबिका सम्मान- 2023’

Karnavati 24 News

વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ સ્ટડીઝ દ્વારા સ્નેહલકુમાર પટેલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી

Karnavati 24 News

फरीदाबाद: आशा कॉन्वेंट स्कूल में साइंस प्रदर्शनी आयोजित, छात्रों ने उत्साह के साथ लिया भाग

Admin

ધોરણ 1માં વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક

Admin