Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Health &fitness

નિંદા કરવાથી રાત્રે નીંદર નથી આવતી, ઈર્ષા કરવાથી આયુષ્ય ઓછું થાય છે અને દ્વૈષ કરવાથી ગુરુનો સંદેશ ક્યારેય સ્વીકાર્ય નથી થતો.

ચોથા દિવસની કથા પ્રારંભે બાપુએ કહ્યું કે હું એટલું જ કહીશ કે આ નવદીવસીય કલ્પવાસ છે.પ્રસન્નતાથી અને વર્તમાનમાં રહી અને શ્રાવણ કરો તો જીવનમાં ખૂબ જ મોટી સંક્રાંતિ થઈ શકે છે. સંક્રાંતિનો અર્થ છે સંયમની ક્રાંતિ.વધારે ક્રાંતિ ઉહાપોહ કરી શકે છે અને ઓછી ક્રાંતિ પણ સાધકને નિરાશ કરે છે.બુદ્ધે ખૂબ જ વહાલો શબ્દ આપ્યો છે- સમ્યક.સંયમનો અર્થ આપણે કટ્ટર બનાવી દીધો છે. સંયમ કટ્ટર નહીં કોમળ હોવો જોઈએ.કોઈપણ નિયમ કટ્ટર ન હોવા જોઈએ.આ નવ દિવસ આપણા જીવન સંક્રાંતિનો કલ્પવાસ છે.કલ્પ કાળ ગણના માટેનો શબ્દ છે.જે રીતે સેકન્ડ,મિનિટ અને કલાક કહીએ એમ કલ્પ કહે છે.કલ્પ એટલે એક સંયમિત કાળ જ્યાં બધું કરી લેવું.સૂર્ય આકાશમાં છે એ એકમાત્ર સૂર્ય નથી.ગુરુ વંદનામાં કહ્યું છે:

બંદઉ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ;
મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર.
કર એટલે કિરણ અને નીકર એટલે રશ્મિઓનું સમૂહ.કિરણોનો સમૂહ સૂર્ય વગર સંભવિત નથી. એવા ગુરુને પ્રણામ જેના વચનો કિરણો સમાન છે અને વચનને ક્યાંથી કહીએ?મુખથી કહીએ છીએ, કારણ કે વચન મુખમાંથી નીકળે છે.મસ્તક સ્વયં સદ્ગ્રંથ કહેવાય.શરીરમાં આમતો નવ દ્વાર છે તુલસીજીએ સપ્તદ્વારની વાત પણ કરી છે.રૂમી કહે છે કે સવારે સવારે જલ્દી ઉઠી જાવું જોઈએ કારણ કે સૂર્યના કિરણો અસ્તિત્વના મહત્વના રહસ્યો કહે છે.મસ્તકમાં સાત દ્વાર છે:બે આંખ,બે નાસિકા, બે કાન અને એક મુખ.બાલકાંડ અને અયોધ્યા કાંડ રામ અને ભરત એ બે આંખો છે.બાલકાંડ એ રામ અને અયોધ્યાકાંડ એ ભરત છે.અરણ્ય કાંડ અને કિષ્કિંધાકાંડ એ શ્રવણ પુટીકા કાન છે.અરણ્યકાંડમાં ગીતાનું શ્રવણ રામજીએ કરાવ્યું.અરણ્યકાંડમાં શબરીજીને નવધા ભક્તિ કહી અને નારદના પ્રશ્નોના ઉત્તર પર સંતોનો મહિમા સંભળાવ્યો કિષ્કિંધાકાંડ પણ કાન છે જ્યાં સંભળાવવાની ખૂબ કોશિશ કરી પણ અહંકારને કારણે વાલીએ નારીના વચન અણસૂના કરી દીધા.સુંદર અને લંકાકાંડ નાસિકા છિદ્ર છે અને ઉત્તર કાંડનું યુદ્ધ માણસને બુદ્ધ બનાવે છે. ઉત્તરકાંડના મંગલાચરણમાં રામના કંઠને મયુરના વર્ણ સાથે સરખાવ્યો છે.નીલિમાની સાથે લાલીમાં પણ છે.સૂર્યનું એક નામ મિત્ર છે અને મરુત સૂર્યનો મિત્ર છે.આપણા મસ્તકરૂપી સાતકાંડમાં મુખ ઉત્તરકાંડ છે.જે મુખથી કિરણો નીકળે છે સૂર્યના કિરણ એટલે મુખ એ રીતે ગુરુ બની ગયા.ગુરુનો ચહેરો સૂર્ય છે.આથી સૂર્ય જ્યાં ન દેખાય ત્યાં પોતાના ગુરુનો ચહેરો જોઈ લેવો મહામમોહતમપુંજ. સૂર્યની પહેલા ઊઠવાનો મતલબ એ છે ગુરુની પહેલા જાગવું.ગુરુ રૂપી સૂર્યને કોઈ રાહુ ગ્રહી શકતો નથી.ગુરુ કોઈનો અસ્ત થતો નથી તમે જલ્દી ન ઉઠી શકો તો પોતાના ગુરુના દર્શન કરી અને સુઈ જાઓ એ પણ એક વિકલ્પ છે.સૂર્યને એક ઉપમા અપાઇ છે-બાલ સૂર્ય.સવારનો સૂર્ય.વિકલ્પના રૂપમાં કહું છું કે બાળક સ્વયમ સૂર્ય છે પોતાના બાળકો જાગે એની પહેલા જાગી જાઓ એ સૂરજની પહેલાં જાગવું છે.અને ગુરુની સાથે ચાલવું એ મૃત્યુ સાથે ચાલવા બરાબર છે.ઓશોએ એક શિબિરમાં કહ્યું મૈં મૃત્યુ શિખાતા હું.બાપુએ કહ્યું કે વધુ એક વિકલ્પ છે અરણ્યકાંડના આરંભમાં શંકરની સ્તુતિ છે જ્યાં શંકર રૂપી સૂર્ય વૈરાગ્યના કમળ ખીલાવે છે આથી રુદ્રાષ્ટકનું ગાન સવાર સવારમાં કરો તો આપ સૂર્યની પહેલા ઉઠો છો.આવા બાર સૂર્ય છે અને આ બધા જ વિકલ્પોની સંવાદિત કથા બાદ કથાપ્રવાહમાં સતી યજ્ઞમાં સમાઈ જાય છે.બાપુએ જણાવ્યું કે નિંદા કરવાથી રાત્રે નીંદર નથી આવતી, ઈર્ષા કરવાથી આયુષ્ય ઓછું થાય છે.અથવા તો જે આયુષ્ય વધે એમાં આનંદ ઓછો થાય છે અને દ્વૈષ કરવાથી ગુરુનો સંદેશ ક્યારેય સ્વીકાર્ય નથી થતો. નિયત સારી હોય પરંતુ પરિણામ ખરાબ આવે તો નિયતિ પર છોડી દો,નિયતિ કંઈ પણ હોય નિયત સારી રાખો

संबंधित पोस्ट

Hangover: આ વસ્તુ એક ક્ષણમાં દારૂનો નશો દુર કરે છે, કોઈ સમસ્યા નહીં થાય

Admin

ડાર્ક અંડરઆર્મ્સને કારણે સ્લીવલેસ પહેરવું મુશ્કેલ થઈ ગયું છે, જાણો કેવી રીતે દૂર કરશો કાળાશને….

Admin

H3N2ના ટેસ્ટિંગના નામે 4500 રુપિયા ઉઘરાવાય છે, તબીબો આપી રહ્યા છે આ સલાહ

Karnavati 24 News

pigmentation treatment: માત્ર 2 મિનીટમાં ચહેરાના દાગ દૂર થઈ જશે, આ અનોખા ફેસ પેકને ચહેરા પર લગાવો…

Chubby Cheeks Exercise: શું ચહેરાની ચરબીએ ચહેરાને ગોળમટોળ બનાવ્યો છે? આખા જડબા માટે કસરત કરો

Potato Peel: માત્ર બટાકા જ નહીં, તમે તેની છાલમાંથી પણ ફાયદા મેળવી શકો છો, તેને ક્યારેય ડસ્ટબિનમાં ન ફેંકો.