Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સુરત : નેતાઓની સભામાં મેદની ભેગી કરવા બારડોલી બસ ડેપોએ ૭ દિવસ લોકલ શીડ્યુલ બસ બંધ કરી

બારડોલી ડેપોના 22 લોકલ શિડ્યુલ 11 માર્ચથી 17 માર્ચ સુધી બંધ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ હોળીના તહેવાર સમયે જ મુસાફરી કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાનગી વાહનોમાં વધુ ભાડુ ખર્ચી મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે. બારડોલી ડેપોએ 11 માર્ચથી 16 માર્ચ દરમિયાન અલગ અલગ તારીખે નેતાઓની સભામાં મેદની ભેગી કરવા, ખેલમહાકુંભમાં તેમજ હોળી નિમિત્તે વતન જનારા મુસાફરો માટે એક્સ્ટ્રા ટ્રીપ માટે કુલ 128 જેટલી બસો ફાળવતા લોકલ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બારડોલી ડેપો મોટા ભાગના લોકલ રૂટો પર એસટી બસ સેવા એક અઠવાડીયા માટે બંધ કરાતા શાળા કોલેજ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ સહિત અન્ય મુસાફરોને સમયસર બસ નહી મળતા ડેપો પર બસની રાહ જોતાં કલાકો સુધી ડેપો પર બેસવું પડ્યું હતું. જેને લીધે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરિક્ષાનો સમય છે. ત્યારે બસ સમયસર ન મળવાના લીધે વિદ્યાર્થીઓની પરિક્ષાને પણ અસર થાય તેવી શક્યતા રહેલી છે. એસટી તંત્ર દ્વારા મુસાફરોને કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના લોકલ બસ સેવા 1 અઠવાડીયા જેટલા સમય માટે બંધ કરી અન્ય ટ્રીપોનું સંચાલન કરાયું જેમાં બારડોલી ડેપોએ લોકલ 22 જેટલા શિડ્યુલ મુસાફરોની જાણ બહાર બંધ કર્યા છે અને માત્ર ડેપોની ઓફિસ બહાર જાહેર સૂચના લખી છે કે સરકારના પ્રજા લક્ષી કામોમાં તેમજ હોળી માટે વતન જનારા લોકો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું હોવાથી રૂટિંગ રૂટમાં અનિયમિતતા રહેશે આમ ઓચિંતા રૂટો તહેવાર ટાણે બંધ કરાતા મુસાફરો અટવાયા હતાહાલ પરીક્ષા ચાલી રહી છે,ડેપો પર બસની રાહ જોવામાં જ સમય વ્યર્થ થઈ રહ્યો છે અને કલાકો સુધી ડેપો પર બેસવાનો વારો આવ્યો છે જેને લીધે માનસિક થાક આનુભાવાતા પરીક્ષા પર પણ અસર થઈ રહી છે.> સીમા ચૌધરી, કોલેજ વિદ્યાર્થી

संबंधित पोस्ट

TCSમાં નોકરી કરવાની સારી તક, કઇ રીતે કરી શકશો અરજી, જાણો

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ,પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ લોકાર્પણ કર્યું.! .

Karnavati 24 News

ચૂંટણી પૂર્ણ થઇ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાગી લાઇન

Karnavati 24 News

પાકિસ્તાની પત્રકારે કહ્યુ,BJP-નૂપુર પર હુમલો બંધ કરો, મુસ્લિમ નેતાઓને કરી આ અપીલ

Karnavati 24 News