Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

દમણમાં બાઇક, મોબાઈલ લૂંટી ફરાર થઈ જનાર આરોપીઓને પોલીસે દબોચી લીધા

અલગ અલગ આ બંને કેસમાં નાની દમણ પોલીસે ગુનો નોંધી ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બાઇક અને સ્નેચિંગ કરેલો મોબાઇલ કબજે લીધો છે. ગત 16મી ડિસેમ્બરની રાત્રિએ ફરિયાદી કંપનીમાંથી નોકરી કરીને બાઇક ઉપર ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ ચાલકના જમણા હાથ ઉપર લાકડાનો ફટકો માર્યો હતો. બાઇક ચાલકે કાબુ ગુમવાતા તે રોડ ઉપર પડી ગયો હતો. બંને આરોપીઓ લાકડું લઇને ઘસી આવતા ગભરાયેલો ચાલક બાઇક મુકીને ભાગ્યો હતો. લૂંટની આ ઘટના બાદ થોડા જ સમયમાં એક રાહદારી પોતાના ભાઇને ટિફિન આપીને પરત ફરી રહ્યો હતો. ત્યારે બાઇક સવાર ઇસમોએ તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લઈ ફરાર થઇ ગયા હતા. ભોગ બનનાર બંને ઇસમોએ બીજા દિવસે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે બંને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આ એક જ બાઇક સવાર ઇસમનું કામ હોવાનું જણાયું હતું. પોલીસે આ માર્ગ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી એનાલિસિસ કર્યા બાદ આખરે બે આરોપી રૂપેશ ગિરધારી રહે. અમરતભાઇની ચાલી, પાવરહાઉસની પાછળ-કચીગામ અને બાપાસીતરામ વાપી-સલવાવમાં રહેતો વિજય માણેકભાઇ ખંડેની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપી પાસેથી લૂંટેલી બાઇક અને સ્નેચિંગ કરેલો મોબાઇલ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

भ्रष्टाचार में फंसे पूर्व डीएफओ किशन चंद की गिरफ्तारी को विजिलेंस ने डाला डेरा।

Admin

विचाराधीन बंदी ने जेल में आत्महत्या का किया असफल प्रयास

Admin

તમે પણ બહારનું સાઉથ ઇન્ડિયન ખાવાનાં શોખીન હોવ તો ચેત જો: મનપાએ ચેકીંગ દરમ્યાન ૯ વેપારીને નોટીસ ફટકારી

Admin

धनबाद: ATM का कैश बॉक्स लेकर अपराधी फरार, 10 लाख से ज्यादा की चोरी का अनुमान..

Admin

महाराष्ट्र: 72 वर्षीय बुजुर्ग पर हमले के मामले में रॉटविलर कुत्ते के मालिक को जेल की सजा, जानें पूरा मामल

Admin

અમદાવાદ: ભેજાબાજ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ! આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાશે રજૂ

Admin