Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

કોઠારિયા પાસે કોઠારિયા ગામના જ યુવાનને તા. 8 ડિસેમ્બરે ફોરવ્હીલ સાથે અકસ્માત થતા ઇજાઓ પહોંચી હતી. સી.જે.હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને રજા આપતા ઘરે લાવવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકાએક તબીયત બગડતા સી.જે.હોસ્પિટલે સારવાર માટે લવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. અને પીએમ માટે સવારે 9.30 કલાકે ગાંધી હોસ્પિટલે મૃતકની લાશ લાવવામાં આવી હતી. પરંતુ આ અકસ્માતમાં એમએલસી ન થઇ હોવાથી 10 કલાકથી વધુ લાશ રઝળતા લોકોમાં રોષ ફેલાયો હતો.

…અંતે સાંજના અંદાજે 7 કલાકે મૃતકની લાશનું પીએમ થયું હતું. આ બનાવમાં અંતે વઢવાણ પોલીસ ગાંધી હોસ્પિટલે દોડી આવી પીએમ માટેના કાર્યવાહી શરૂ કરાતા અંદાજે સાંજના 7 કલાક પીએમ કરાયું હતું. આ અંગે પીએસઆઈ ડી.ડી.ચુડાસમાએ જણાવ્યું કે અકસ્માતનું સ્થળ વઢવાણ પોલીસ મથકની હદમાં જ આવે છે. પરંતુ આ બનાવમાં હોસ્પિટલ દ્વારા મેડિકલ એમએલસી અંગે પોલીસતંત્રને કોઇ જાણ કરાઇ ન હતી. બુધવારે 4.45 કલાકે વરદી આવતા ટીમ પહોંચી ગઇ હતી. વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં રહેતા અંદાજે 44 વર્ષના પનારા ભરતભાઈ કાનજીભાઈ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરે કોઠિરાયા ગામ પાસે ભરતભાઈ ચાલીને જતા હતા ત્યારે ફોરવ્હીલ ગાડી સાથે તેઓનો અકસ્માત થતા પગે અને કેડના ભાગે ઇજાઓ પહોંચી હતી. આથી સારવાર માટે તેઓને સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર બાદ ઘેર લાવવામાં આવ્યા હતા. પરંતુ ભરતભાઈની તબીયત બગડતા સારવાર માટે સી.જે.હોસ્પિટલે લાવવામાં આવતા રસ્તામાં જ તેઓનું મોત થયું હતું. આ અંગે મૃતકના પરિવારજનો, અશોકભાઈ ચૌહાણ સહિતના લોકોએ જણાવ્યું કે, પીએમ માટે ગાંધી હોસ્પિટલે સવારે 9.30 કલાકે તેમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા કોઠારિયા ગામના સરપંચ પ્રવીણભાઈ ટી.હડીયલ સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યારે હોસ્પિટલ તંત્રની વચ્ચે લાશ પીએમ માટે રઝળી પડતા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અને હોસ્પિટલવાળા કહે કે પોલીસકેસ ન થયો હોય નિયમ અનુસાર પીએમ કરી શકીએ. આમ આ બનાવમાં અંદાજે 10 કલાકથી વધુ સમય પીએમ માટે લાશ રઝળતા પરિવારજનો-ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. જ્યારે ભરતભાઈના મોતના બનાવથી 2 દીકરા અને 1 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.

संबंधित पोस्ट

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

Karnavati 24 News

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ, એક સાથે બે મૃતદેહ મળતા ખળભળાટ

Karnavati 24 News