Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

સાવરકુંડલા શહેરની શોભા ગણાતો રાજ દરબારગઢ હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે રાજ દરબારગઢ જવાના આગળના ગેઇટ પર દેશી વિલાયતી નળીયાઓ ઉપરથી પડું પડું થઈ રહ્યા હોય ત્યારે ગંભીર અકસ્માત ને આમંત્રણ આપતા આ રાજ દરબારગઢ ના કાટમાળનો ઇમલાઓ હટાવાની કે પછી રીનોવેશન કરવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે

કારણ કે રાજ દરબારગઢમાં અગાઉ મામલતદાર ઓફિસ, કોર્ટ, ટેલીફોન એક્સચેન્જ કચેરી, તિજોરી કચેરી, નગરપાલિકા અને એસબીઆઇ બેન્ક કાર્યરત હતી પરંતુ ધીમે ધીમે મુખ્ય ગણાતી કોર્ટ, મામલતદાર કચેરી, નગરપાલિકા, ટેલીફોન એક્સચેન્જ જેવી કચેરીઓ બંધ થઈ જતા હાલ આસ્થાનું ગણાતું મંદિર એક દરગાહ અને એસબીઆઇ બેન્ક તેમજ પેટા તિજોરી કચેરી આવેલી હોય

અને હજારો લોકો રોજની અવરજવર સાથે બેન્ક અને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ ઉપર અકસ્માતને આમંત્રણ આપતા વિલાયતી નળિયા સહિતનો કાટમાળ ઉપરથી પડવાના વાંકે ઊભો જણાઈ રહ્યો હોય ત્યારે સરકારી તંત્ર દ્વારા રાજ દરબારગઢમાં આગળના ગેઇટ પર અકસ્માત ને આમંત્રણ આપતા આ વિલાયતી નળીયાઓ અને કાટમાળને નિકાલ કરવો ખૂબ જરૂરી હોય તેવી પ્રબુદ્ધ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

संबंधित पोस्ट

લીલી પરિક્રમામાં જોખમી રસ્તાઓનું ફરી યોગ્ય રીતે રીપેરીંગ કરવા સૂચના

Admin

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

Karnavati 24 News

મેરઠમાં બદમાશોએ ટોલ પર એમ્બ્યુલન્સ તોડી, મારપીટ કરી, પોલીસ જોતી રહી

Karnavati 24 News

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

Karnavati 24 News

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News