Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દેવાયત ખવડ મામલે મયુરસિંહના પરીવારજનોએ ધરપકડ ના થાય તો આંદોલન કરવાની આપી ચીમકી

દેવાયત ખવડની ધરપકડ ના થતા પોલીસ સાથે મિલીભગતને લઈને પરીવારજનોએ આરોપ લગાવ્યો છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા દેવાયત ખાવડ નામના શખ્સે મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં પાઈપથી માર માર્યો હતો.

આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવા છતાં પણ ખવડ પોલીસ પકડથી દૂર છે તે મામલે પરીવારજનો દ્વારા ધરપકડની માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ નહીં થાય તો આંદોવનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જુની અદાવતમાં આ ઝઘડો થયો હતો અગાઉ દેવાયતના પાઈપથી માર મારતો વીડિયો પણ સીસીટીવીનો સામે આવ્યો હતો.

પાઇપ જેવા હથિયાર વડે કરેલા હુમલામાં મયુરસિંહ રાણાને બંને પગમાં ગંભીર ઇજાઓ થઇ છે. ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે ગંભીરતા દાખવીને ધરપકડની માંગ કરાઈ છે જ્યારે દેવાયત ખવડ તેમના ઘરેથી ક્યાંક ભાગી ગયો હોવાથી પોલીસ હજુ સુધી ફરીયાદ થતા હાજર કરી શકી નથી.

પોલીસે આશ્રયસ્થાનો સહિત તેના વતન સ્થાનની શોધખોળ કરી છે પરંતુ હજુ સુધી દેવયાતની ધરપકડ કરી શકી નથી. આજે મયુરસિંહ રાણાના પરિવાર અને મિત્રોએ 48 કલાકમાં તેની ધરપકડ કરવાની માંગ કરી છે. જો ધરપકડ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગેથી આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

संबंधित पोस्ट

જામનગર માં સામાન્ય બાબત થી માતા પિતા ને છરી ની અણી બતાવી મારી નાખવાની ધમકિ

Karnavati 24 News

 કોર્ટમાં આધેડનો ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ

Karnavati 24 News

બીટ ગાર્ડ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ફોરેસ્ટરની ધમકી

Admin

सरकारी अस्पताल के डॉक्टर और वार्ड बॉय ने बेहोश महिला मरीज के साथ किया रेप

Admin

સુરત:મિલો માંથી કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદી ફરી એક વાર બની દૂષિત,દૂષિત પાણીથી કીમ નદીમાં અસંખ્ય માછલાંઓના મોત.

Karnavati 24 News

રાજકોટમાં પૈસાની લેતી દેતી વખતે કારમાં સવાર શખ્સોએ યુવકને મારમાર્યો: યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ

Admin
Translate »