Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

ઈરાન વિરોધ પ્રદર્શન: વધુ એક હિજાબ વિરોધી પ્રદર્શનકારીને આપી દીધી ખુલ્લેઆમ ફાંસી…

ઈરાને સરકાર વિરોધ પ્રદર્શનમાં સામેલ વધુ એક પ્રદર્શનકારીને ફાંસી આપી દીધી છે. 23 વર્ષીય પ્રદર્શનકારી માજિદ રેઝા રેનવર્ડને તેની ધરપકડના 23 દિવસ બાદ જ જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી. આ બીજી વખત છે જ્યારે હિજાબ વિરોધી પ્રદર્શનમાં સામેલ પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવી છે. આ પ્રદર્શનોને દબાવવા માટે ધરપકડ કરાયેલા વધુ ઘણા વિરોધીઓને ફાંસી આપવામાં આવી શકે છે.

ઈરાન સરકારે માજિદને અલ્લાહ સામે યુદ્ધ છેડવા બદલ દોષી ગણાવીને મૃત્યુદંડની સજા ફટકારી. એક સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર, રેનવર્ડને 29 નવેમ્બરે બે સુરક્ષાકર્મીઓની છરી વડે હત્યા અને ચારને ઘાયલ કરવાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, માજિદની માતાને તેની ફાંસી સુધી આ અંગેની જાણ કરવામાં આવી ન હતી. માજિદને જાહેરમાં ફાંસી અપાયા બાદ તેના પરિવારને તેની જાણ કરવામાં આવી હતી.

એક માનવાધિકાર સંગઠને ટ્વીટ કર્યું કે સ્થાનિક સમય મુજબ 7 વાગ્યે માજિદના પરિવારને ફોન કરીને કહ્યું કે અમે તમારા પુત્રને ફાંસી આપી દીધી છે અને તેના મૃતદેહને બેહેસ્ત-એ-રેઝા સ્મશાનગૃહમાં દફનાવી દીધો છે.

ઈરાન સરકારે માજિદની ફાંસીની તસવીરો શેર કરી 

અહેવાલો અનુસાર માજિદને મશાદ શહેરમાં જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. ફાંસીની ઘણી તસવીરો શેર કરવામાં આવી હતી, જેમાં માજિદને ફાંસી પર લટકતો બતાવવામાં આવ્યો હતો. આ તસવીરોમાં એક માણસ કેબલ સાથે લટકતો દેખાઈ રહ્યો છે.

સરકારે માજિદને તેની પસંદગીનો વકીલ પણ આપ્યો ન હતો. માજિદનો કેસ લડનાર વકીલે તેને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.

મોહસીન શેકરીને પણ આપવામાં આવી હતી ફાંસી 

આ પહેલા સરકાર વિરોધી એક પ્રદર્શનકારી મોહસિન શેકરીને પણ ફાંસી આપવામાં આવી હતી. મોહસિન પર 25 સપ્ટેમ્બરના રોજ તેહરાનમાં સત્તાર ખાન બુલેવાર્ડ રોડ બ્લોક કરવા અને એક સુરક્ષા ગાર્ડને ઈજા પહોંચાડવાનો આરોપ હતો. તેને ઈરાનના શરિયા કાયદા હેઠળ અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેણે તેના નિર્ણય સામે અપીલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે આ નિર્ણયને યથાવત રાખ્યો હતો.

માનવાધિકાર કાર્યકર્તાઓએ મોહસિન શેકરીની ફાંસીની સજા પર આકરી પ્રતિક્રિયા આપી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સરકાર વિરોધી પ્રદર્શનને કચડી નાખવા બદલ પ્રદર્શનકારીને મોતની સજા આપવામાં આપી દીધી.

માનવાધિકાર સંગઠનોએ વાંધો વ્યક્ત કર્યો 

ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે અમેરિકાએ વિરોધ કરનારને મૃત્યુદંડની સજા સામે વાંધો ઉઠાવ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે આનાથી દેશમાં સ્થિતિ વધુ ખરાબ થશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, મોહસિન શેકરીની ફાંસી અસંમતિના અવાજને દબાવવાનો ઈરાન સરકારનો પ્રયાસ છે. સરકાર આમ કરીને વિરોધને કચડી નાખવા માંગે છે.

મહસા અમીનીના મૃત્યુ બાદથી હિજાબનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ સરકારને હચમચાવી દીધી છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે વધુ પ્રદર્શનકારીઓને મોતની સજા થઈ શકે છે. આ પ્રદર્શનોથી ડરેલી સરકાર કોઈપણ ભોગે આ પ્રદર્શનોને કચડી નાખવા માંગે છે. આવી સ્થિતિમાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું છે કે આવા 21 વધુ વિરોધીઓ ફાંસીની સજા માટે લાઈનમાં ઉભા છે.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલએ એક નિવેદનમાં કહ્યું કે ઈરાનની સરકારે તમામ મૃત્યુદંડની સજાને તાત્કાલિક રદ કરવી જોઈએ. અને દેશમાં થઈ રહેલા પ્રદર્શનોમાંથી ધરપકડ કરાયેલા લોકોના તમામ આરોપો હટાવી દેવા જોઈએ.

संबंधित पोस्ट

અમેરિકી નાગરિકને સાઉદી શાસન વિરુદ્ધ ટ્વિટ કરવી પડી ભારે, થઈ 16 વર્ષની જેલ

Admin

ચીન: ચીનમાં એક્સપ્રેસ વે પર પુલનો 500-મીટરનો ભાગ તૂટી પડ્યો, ટ્રક અને કારનો કાટમાળ ઊંચાઈ પરથી પડ્યો, કેટલાકના મોત

Karnavati 24 News

હે રામ !! આ વ્યક્તિને છૂટાછેડા લેવા મોંઘા, 8000 વર્ષ સુધી કેદમાં રહેવું પડશે

Karnavati 24 News

જમ્મુ કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોન, દેખાતા તેના પર હુમલો કરાયો છે

Karnavati 24 News

તળાજા તાલુકામાં પ્લાસ્ટિક મલચિંગ ના ઓટોમેટીક મશીન નું આગમન થયું મલચિંગ મશીનથી નિંદામણ દવા અને ખાતરનો ખર્ચ ઘટાડી શકાશે

Karnavati 24 News

અમેરિકી એરપોર્ટ પર આજથી 5G લાગુ થતા એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કરી કેન્સલ , જાણો શું છે આ ટેક્નોલોજીના જોખમો

Karnavati 24 News