જુનાગઢ ના બીટ ગાર્ડ પર ફોરેસ્ટરે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે શહેરના સરદાર બાગ કોલોની માં રહેતા અને વન વિભાગની ડુંગર ઉત્તર રેન્જમાં બીટા ગાર્ડ તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ હમજી ભાઈ પરમારે ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓના બીટ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા આ રસ્તા મજૂરો મારફતે રિપેર કરાવી મજૂરી ચૂકવી દીધી હતી બાદમાં આમ મજૂરીના પૈસા માગતા આર એફ ઓ જે એ કહ્યું હતું કે શું મજૂરીના પૈસા માંગ માંગ થયા છે? તેમ કહીને ઉશ્કેરાય જઈ ગાળો આપી આડેધડ માર મારી સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે બીટ ગાડે સુનિલભાઈ પરમારે તેમના ઉપલા અધિકારી આર.એસ.ઓ જે એ મિયત્રા સાથે ગેર વર્તુણંક- ગેરશિસ્ત ભર્યું વર્તન કર્યું હતું પરિણામે તેને ફરજ મોકૂફીમાં રાખ્યા હતા. ફરજ મોકુફીનો ઓર્ડર મળ્યા બાદ સિવિલમાં દાખલ થઈ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે