Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ચૂંટણી

વડગામ સીટ પર ભારે રસાકસી – જાણો જિગ્નેશ મેવાણીને લઈને શું આવ્યા પરીણામ

વડગામાં સીટ પર અંતિમ ઘડી સુધી ભારે રસાકસી ચાલી હતી. જિગ્નેશ મેવાણી સૌ પ્રથમ પાછળ ચાલી રહ્યા હતા ત્યારે અંતિમ તબક્કામાં મતદાન પ્રક્રીયામાં જિગ્નેશ મેવાણીને વધુ વોટ મળ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારને હરાવીને ફેમસ ચહેરો એવા જીગ્નેશ મેવાણીએ ચૂંટણીમાં જીતી મેળવી છે.

જીગ્નેશ મેવાણીએ વડગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મણિભાઈ વાઘેલાને હરાવ્યા છે. ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીનો વિજય થયો છે. તેમને ગુજરાત કોંગ્રેસના યુવા ચહેરા તરીકે જોવામાં આવે છે. મેવાણીએ તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર મણિભાઈ વાઘેલાને 4 હજાર 500થી વધુ મતોથી હરાવ્યા છે.

જીગ્નેશ મેવાણી મેવાણી 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા અને તેમને કોંગ્રેસ પાર્ટીએ ટેકો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર મણીભાઈ વાઘેલા અગાઉ કોંગ્રેસમાં હતા અને 2017માં ટિકિટ ન મળતા તેઓ ભાજપમાં ગયા હતા.  2012 થી 2017 સુધી વડગામના ધારાસભ્ય હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી એ આ સીટ પરથી દલપત ભાટિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 156 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 17 બેઠકો પર આવી ગઈ છે. પ્રથમ વખત ગુજરાતના ચૂંટણી મેદાનમાં હરણફાળ ભરી રહેલી આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે. જ્યારે અન્યો પણ 4 બેઠકો પર આગળ છે.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર ?

Admin

માંડવિયાએ કહ્યું- મોદી સરકારની સ્વાસ્થ્ય યોજનાઓનું પરિણામ મળી રહ્યું છે, માતૃ મૃત્યુ દરમાં મોટો ઘટાડો

Admin

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin