Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ચૂંટણી

સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારો પરિણામ ના ગણિત માં લાગ્યા

સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ થી જ ઉમેદવારો ના મન ગણતરીમાં લાગ્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના બંને તબક્કા નું મતદાન શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થયું છે,ગણતરી ના કલાકોમાં હવે ગુજરાતમાં કંઈ પાર્ટી સત્તા ના શિખર સુધી પહોંચશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે,મતદાન પૂર્ણ થયા બાદ થી જ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની જીત ના દાવા કરવામાં જોતરાઈ ગયા છે,બુથ થી લઇ વિસ્તાર સુધીની બારીકાઈ પૂર્વક ની માહિતી કાર્યકરો પાસેથી ઉમેદવારો માંગી રહ્યા છે અને પોતાનું અંગત રાજકીય ગણિત ગોઠવી હાર-જીત ના દાવાઓ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે,

કેટલાક ઉમેદવારો ને તો રાત્રે સપનામાં પણ હાર,જીત ના ડ્રશ્યો દેખાતા હોય તે પ્રકારની સ્થિતિ નું સર્જન મતદાન પૂર્ણ થયા બાદ થીજ જે તે ઉમેદવાર ના ચહેરાઓ ઉપર થી અનુમાન લગાવી શકાય તેમ છે,એક તરફ એક્સિટ પોલ પર ચર્ચાઓ જામી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના કાર્યાલયો માં પણ પાર્ટી આટલી બેઠકો જીતે છે,આટલી તો આવશે જ ,આ જગ્યાએ થોડા કાચા પડ્યા,અહીંયા મતદાન સારું છે,પેલા બુથ પર ઓછું છે,આ પ્રકારની ચર્ચાઓ જામી છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કેટલીક બેઠકો ઉપર મતદાન ની ટકાવારી સારી એવી નોંધાઈ છે તો કેટલીક બેઠકો ઉપર ઓછું મતદાન પણ રાજકીય પક્ષોના ગણિત ને મુશ્કેલીઓ સમાન બનાવ્યું છે, તેવામાં હાલ કાર્યકરો થી લઇ ઉમેદવારો અને પાર્ટી હાઇ કમાન્ડ ના નેતાઓ સહિત દેશ ભર ના અનેક લોકો ની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પરિણામો ઉપર ચાતક નજરે ગોઠવાઇ હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે હવે ગણતરી ના કલાકો બાદ ૮ ડિસેમ્બર ની સવાર કયા પક્ષો માટે જશ્ન અને કયા પક્ષ માટે નિરાશા લાવે છે,તેતો આવનારો સમય જ બતાડી શકે તેમ છે,

संबंधित पोस्ट

પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી

Admin

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે

Admin