Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ચૂંટણી

ગારિયાધાર માં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત

ગારિયાધારમાં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત ગારિયાધારની બેઠક પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર સુધીર વાઘાણી 4690 જંગી મતે વિજેતા થયા છે.જયારે દિવ્યેશ ચાવડા કોળી સમાજનાં ઉમેદવાર હોવાં છતા તેમની પણ કારમી હાર થઇ છે.સતત 6 ટર્મથી વિજેતા થતાં કેશુભાઇ નાકરાણી ની પણ હાર થતાં ગારીયાધાર ભાજપમાં સોપો પડી ગયો હતો.ગારીયાધારનાં ભામાશા તરીકે ઓળખાતા સુધીરભાઇ વાઘાણીની ભવ્ય જીત થતા ગારિયાધારમાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત ટર્મ 2017માં કેશુભાઈ નાકરાણીની માત્ર 1876 મતે જીત થઇ હતી. આખરે ગારિયાધારની જનતાએ ભાજપને જાકારો આપીને આપના ઉમેદવારને વિજેતા બનાવી પરીવર્તન કર્યું છે. સતત 6 ટર્મથી ચુટાઇને આવતા ભાજપના કેશુભાઇ નાકરાણીને આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીએ પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને એક રીતે જોઇએ તો ભાવનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી કરી છે.  ગારીયાધાર 101 વિધાન સભામાં 6 ટર્મથી ભાજપનાં કેશુભાઈ નાકરાણી વિજેતા થતા હતા.પરંતુ તેમની જીત આમઆદમી પાર્ટીનાં ઉમેદવાર સુધીરભાઇ વાઘાણી અટકાવી દિધી છે.કેશુભાઈ નાકરાણી ને 55773 મત .કોગ્રેસનાં ઉમેદવાર દિવ્યેશ ચાવડાને 14967 મત અને સુધીરભાઇ વાઘાણી ને 60463 મત મળ્યાં હતા. સુધીરભાઇ વાઘાણી ગારીયાધાર શહેર તેમજ પંથકમાં સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હતા .

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 11 વાગ્યા સુધી 18.86% મતદાન, ઈટાલિયાએ લગાવ્યો ધીમું મતદાન કરાવવાનો આરોપ

Admin

માંડવિયાએ કહ્યું- મોદી સરકારની સ્વાસ્થ્ય યોજનાઓનું પરિણામ મળી રહ્યું છે, માતૃ મૃત્યુ દરમાં મોટો ઘટાડો

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

મતદાર વિધાનસભાની અંદર પ્રવેશી મતદાન કરતા હશે તેવો અહેસાસ કરશે

Admin

સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારો પરિણામ ના ગણિત માં લાગ્યા

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin