Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ચૂંટણી

ભાજપના દિગ્ગજ નેતા વજુ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ અને આપની હારને લઈને શું કહ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે ત્યારે કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે અને આપ પાર્ટી વધુ જોર કરી શકી નથી ત્યારે ભાજપની જીત બાદ કોંગ્રેસ પાર્ટીની ખામીઓ વજુવાળાએ જણાવી હતી.

ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટીની હારને લઈન મહત્વનું નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા વજુ વાળાએ કહ્યું કે, કોંગ્રેસ પ્રજા વચ્ચે જતી જ નથી.
ગાંધીજી સમયની પાર્ટી હવે કોંગ્રેસ રહી નથી.

પેજ પ્રમુખોની ફોર્મુલા સફળ ભાજપની રહી છે. કાર્યપદ્ધતિ કોઈ કોંગ્રેસ નેતાની રહી નથી. કોઈ નેતા ત્યાં એવા દિગ્ગજ નથી. કોંગ્રેસનો વિચાર શું છે એ લોકો નથી જાણતા. દરેક શાસક પક્ષ જીત માટે આગળ વધે છે. વિપક્ષની ટકી રહેવા માટે લોકોની વચ્ચે ચાહના પણ ઓછી છે. જે તે સમયે જે કાર્યકર્તા હોય તે સંપૂર્ણ તાકાત લગાવીને મહેનત કરતો હોય છે. એક સમયે મારા જેવા પહેલા કાર્યકર્તા  મહેનત કરતા હતા અને હવે નવા કાર્યકર્તા મહેનત કરે છે. નેતાની કાર્ય પદ્ધતિ મહત્વની હોય છે.

ગુજરાતની અંદર પ્રજાએ વિશ્વાસ મુક્યો છે. ત્યારે આપ પાર્ટીને મળેલા 13 ટકા વોટ શેરને લઈને જણાવ્યું કે, આપને જે વોટ શેર મળ્યો છે તમે જેટલા પ્રમાણમાં લોકોને વધુ લોકો ને ઉભા રાખે તો વધુ વોટ મળે.
લોકોને અપક્ષને પણ મત આપતા હોય છે. અપક્ષ પણ 10 ટકા મતો લઈ જતા હોય છે. આપની દિલ્હીની કામગિરી છે નવીન પક્ષ તો હતો જ નહીં. આવા પ્રકારનો બીજો પક્ષ હોય તો એને પણ મત મળે. તેમ તેમણે કહ્યું હતું.

संबंधित पोस्ट

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર ?

Admin

વડગામ સીટ પર ભારે રસાકસી – જાણો જિગ્નેશ મેવાણીને લઈને શું આવ્યા પરીણામ

Admin

પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 11 વાગ્યા સુધી 18.86% મતદાન, ઈટાલિયાએ લગાવ્યો ધીમું મતદાન કરાવવાનો આરોપ

Admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin
Translate »