Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ આપી આ પ્રતિક્રીયા, કહી આ વાત

આજે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે. અમિત શાહ, પીએમ મોદી, સીએમ વગેરેઅ અમદાવાદથી મતદાન કર્યું હતું ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પણ મતદાન કર્યું હતું. આ દરમિયાન મીડીયા સક્ષમ તેમણે તેમની પ્રતિક્રીયા આપી હતી.

ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ તેમની પ્રતિક્રીયા આપી હતી. પ્રથમ તબક્કામાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો છે, બીજા તબક્કાના મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી છે. જબરજસ્ત બહુમતી સાથે 8 ડીસે સરકાર કોંગ્રેસની બની રહી છે.

મોંઘવારી, બેરોજગારીના પ્રશ્નોને લઈને લોકોમાં નારાજગી છે આ પ્રશ્નો ખૂલીને બહાર આવ્યા છે.  ભાજપમાં માનનારો વર્ગ પણ શાંત થઈ ગયો છે. ભાજપની નિષ્ફળતાના કારણે પ્રથમ તબક્કામાં નિરાશા જોવા મળી હતી. ભાજપને જેઓ મત આપતા હતા તેમનામાં નિરાશા જોવા મળી છે માટે પ્રથમ તબક્કામાં નિરસ મતદાન થયું છે. બીજા તબક્કામાં લોકો ભાજપને કાઢો તેવું ઈચ્છી રહ્યા છે માટે ભારે મતદાન થશે. તેમ ભરતસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું.ય

આ સાથે ભરતસિંહ સોલંકીએ કહ્યું, ભાજપ હવાતિયા પર આવી છે ભાજપના નેતાઓ ગલીઓ ખૂંદી વળ્યા છે. મુખ્યમંત્રીઓ બદલ્યા છતાં ડબલ એન્જિનની સરકાર આ બધી વતો થઈ રહી છે. તેમ ભરતસિંહ સોલંકીએ મતદાન દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

संबंधित पोस्ट

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

Admin

શરદ પવારની બેઠકમાં મમતા નહીં આવેઃ બંગાળના સીએમ પાસે સમય નથી, અભિષેક બેનર્જી રાષ્ટ્રપતિ પદ માટે બેઠકમાં હાજરી આપશે

Karnavati 24 News

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News
Translate »