Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી વિભાગની લેબનો.સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી હોસ્પિટલ છે તો આ લેબ મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી લેબ છે.અત્રે માત્ર કોવિડ નહિ પણ અન્ય ઘણાં રોગોના નિદાન માટે લેવામાં આવતા નમૂનાઓ નું સચોટ પરીક્ષણ કરીને અહેવાલ આપવામાં આવે છે. આ લેબ માયક્રોબાયોલોજી વિભાગ દ્વારા સંચાલિત છે જેનું નેતૃત્વ બરોડા મેડિકલ કોલેજના ડીન અને આ વિભાગના વડા પ્રાધ્યાપક ડો.તનુજા જાવડેકર કરી રહ્યાં છે. અહીં રાજ્ય સરકારે સચોટ પરીક્ષણ માટે જરૂરી અદ્યતન બલ્કે સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય ઉપકરણો અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે. તા. 23 મી માર્ચ, 2020 ના રોજ કોવિડ સેમ્પલના પરીક્ષણની અગત્યની સુવિધા આ લેબમાં શરૂ થઈ તેવી જાણકારી આપતાં કોવિડ સારવારના નોડલ વહીવટી અધિકારી અને સહ પ્રાધ્યાપક ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા.20 મી ડિસેમ્બરના રોજ અત્રે કરવામાં આવેલા કોવિડ સેમ્પલ પરીક્ષણનો આંકડો 3 લાખને વટાવી ગયો છે.સચોટ આંકડો આપીએ તો અહીં ઉપરોક્ત સમયગાળા દરમિયાન 301868 નમૂનાઓ નું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં સયાજી હોસ્પિટલની કોવિડ ઓપીડી માં આરટીપીસીઆર અને રેપિડ બંને પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અહીં થતાં ટેસ્ટના અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કરવામાં આવેલા ટેસ્ટ ના નમૂના પરીક્ષણ માટે આ લેબમાં મોકલવામાં આવે છે.હાલમાં દૈનિક સરેરાશ 350 થી વધુ નમૂનાઓ ની ચકાસણી અત્રે થઈ રહી છે.આનંદ ની વાત છે કે તા.3 જી ડીસેમ્બર પછી ચકાસેલા તમામ નમૂના નેગેટિવ જણાયા છે. આ પૈકી તા. 14 થી 18 ડીસેમ્બર દરમિયાન આ લેબમાં સરેરાશ 800 થી વધુ કોરોના ટેસ્ટ ના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેની નોંધ લેવી ઘટે. સયાજી હોસ્પિટલ ની કોવિડ ઓપીડી માં કોરોના પરીક્ષણ માટે રેપિડ અને આરટીપિસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.ત્યાં થી આરટીપીસીર ટેસ્ટ સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.આ ઉપરાંત વડોદરાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,જિલ્લાના ગ્રામીણ સરકારી દવાખાના,શહેરની ઈ.એસ.આઇ,ચેપીરોગ અને જમનાબાઈ જેવી હોસ્પિટલો તેમજ છોટાઉદેપુર જેવા જિલ્લા જ્યાં આ પ્રકારની લેબની સુવિધા નથી ત્યાં લેવામાં આવતા આરટીપીસીર કોરોના સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે. લોકોની આરોગ્ય રક્ષા માટેનો આ કર્મયોગ છે જે સયાજીની માયક્રોબાયોલોજી વિભાગમાં સતત થાક્યા વગર કરવામાં આવી રહ્યો છે.આ કર્મયોગ અને તેની સાથે સંકળાયેલા કર્મયોગી સલામ ને પાત્ર છે.

संबंधित पोस्ट

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

Karnavati 24 News

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઈ, હડમતીયા (ગો.) ખાતે ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાઓ યોજાઇ.

Karnavati 24 News

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News

પંજાબ સરકારના આરોગ્ય મંત્રીની ધરપકડઃ CM માનને થોડા સમય પહેલા બરતરફ કર્યા હતા, ટેન્ડર અને હોર્સ ટ્રેડિંગમાં 1% કમિશનનો આરોપ હતો

Karnavati 24 News

મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી

Karnavati 24 News

હવામાનની આગાહી: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 55 દિવસ, જેમાં વધુ વરસાદ પડશે; ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે નુકસાનનો ભય

Karnavati 24 News