Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિધાનસભા ગૃહ શરૂ થવાની સાથે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો, આ મામલે કર્યો હોબાળો

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બજેટ સત્ર શરૂ થાય એ પહેલાં જ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે એક પછી એક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વિધાનસભા બજેટ સત્ર શરૂ થાય એ પહેલાં જ કોંગ્રેસને હોબાળો કર્યો હતો. કોંગ્રેસ દ્વારા વિરોધ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારમાંથી રાજીનામાની માંગ કરવામાં આવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

કોંગ્રેસે કહ્યું કે, ભાજપના રાજમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. પોલીસ કમિશનરની બદલીના પડઘા ગૃહમાં પડ્યા હતા. રાજ્યપાલના ભાષણ દરમ્યાન વિરોધ શરૂ રખાયો હતો અને રાજ્યપાલ વિરોધ વચ્ચે ભાષણ શરૂ રાખ્યું હતું. રાજ્યપાલે પાંચ મિનિટમાં જ પ્રવચન પૂર્ણ કરી નીકળી ગયા હતા. કોંગ્રેસ દ્વારા પેપેરલીક જેવા કૌભાંડ મામલે હોબાળો કરવામાં આવ્યો.

વિધાનસભા સત્ર આજથી શરૂ થયું છે ત્યારે આવતીકાલથી બજેટ ની શરૂઆત થવા જઇ રહી છે બજેટમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખી ચૂંટણી લક્ષી બજેટ આ વખતે રહે તે પ્રકારની શક્યતાઓ છે 31 માર્ચ સુધી વિધાનસભાનું સત્ર ચાલશે જેમાં નવ જેટલી રજાઓ આ સત્ર દરમિયાન રહેશે માટે 21 દિવસ જેટલું સત્ર કામકાજ માટે ચાલુ રહેશે.

संबंधित पोस्ट

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારત કોનો સાથ દેશે

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

Karnavati 24 News

વિદેશની ધરતી પરથી લડાયેલા ભારતના સ્વાધીનતા સંગ્રામ વિષે પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનું સંબોધન

Karnavati 24 News

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

હાર્દિક પટેલના માધ્યમથી ભાજપ 1.5 કરોડની વસ્તી સુધી પહોંચશે, જાણો કોંગ્રેસને 70 સીટો પર કેવી રીતે નુકસાન થઈ શકે છે

Karnavati 24 News