માંગરોળના કામનાથ રોડ પર આવેલી ખુશ્બુ સોસાયટીમાં એક બંધ મકાનની બારી ખોલી અંદર ઘુસી જઈ કબાટના તાળા તોડીને તસ્કરો 1.39 લાખની માલમતા ચોરી ગયા ની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે માંગરોળમાં નવા બસ સ્ટેન્ડ પાસે કોહિનૂર ગેરેજ ચલાવતા વાહબભાઈ ઝાકીરભાઇ મહીડાએ તેના ઘરની બાજુમાં બીજું પાકું મકાન બનાવ્યું છે ત્યાં તેનો નાનો ભાઈ આદિલ અને તેના પત્ની રાત્રે સુવા જતા હતા એકાદ અઠવાડિયાથી સફાબેન પોતાના માવતરના ઘરે આટો મારવા ગયા હતા. વહેલી સવારે ચારેક વાગ્યે વાહકભાઈના પત્ની જાગ્યા ત્યારે તેના બીજા મકાનની બારી ખુલી હતી અને લાઈટો ચાલુ હતી આથી ત્યાં તપાસ કરતા કબાટનો લોક તૂટેલો હતો પેટી પલંગ અને સામાન વેરવિખેર પડ્યો હતો કબાટમાં રહેલા ત્રણ તોલાનો સોનાનો સેટ એક ચાંદીની વીંટી 20,000 રોકડા તેમજ 5000 ની કિંમતની એક ઘડિયાળ મળીને કુલ 1.39 લાખનો મુદ્દામાલ ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે વાહબભાઈ મહીડાએ ફરિયાદ કરતા માંગરોળ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
