Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

બનાસકાઠાના થરાદમાં પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ટૂંક સમયમાં થરાદમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાન આજે બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8 હજાર 34 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકામોથી ઉત્તર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.

પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. પીએમ મોદીની સભામાં દૂર-દૂરથી લોકો પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેવડિયા ખાતેથી મોરબી હોનારત અંગે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેઓ આવતી કાલે મોરબી દુર્ઘટના ગ્રસ્ત સ્થળ પર જઈ સમીક્ષા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે દૂર-દૂરથી લોકો બસ દ્વારા પહોંચી રહ્યા છે. આ તરફ વડાપ્રધાન સાથેની બેઠક તરફ જતા રસ્તા પર ત્રણ કિમી સુધી બસની લાઈન જોવા મળી રહી છે. આ સાથે એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.

રૂપિયા 1566 કરોડના ખર્ચે કસરાથી દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 191 કરોડના ખર્ચે ડીંડરોલથી મુક્તેશ્વર પાઈપલાઈન પ્રોજેક્ટ, રૂપિયા 88 કરોડના ખર્ચે સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ, કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની વિવિધ કામગીરીનું વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.

संबंधित पोस्ट

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin

આ 5 શેર 37% સુધીનું વળતર આપી શકે છે, જે થોડા સમય અગાઉ શેર બજારમાં લિસ્ટ થયાં છે

Karnavati 24 News

ટ્વિટર ડીલ પર ખુબ જ ગંદી રીતે ફસાયા વિશ્વના સૌથી અમીર ઈલોન મસ્ક, હજુ વધશે મુશ્કેલીઓ

Admin

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

Karnavati 24 News

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin