ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ સાથે આજે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ડમી નોટો લઈ અને મનપા કચેરીએ જઈ ભ્રષ્ટાચાર અંગેનો યજ્ઞ કરવામાં આવ્યો તેમ જ ટ્રેન્ડિંગ કમિટીના ચેરમેનને ડમી નોટોના બંડલ આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકાના બે નગર સેવકો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પંકજસિંહ ગોહિલ અને કુલદીપ પંડ્યા ડ્રેનેજ સફાઈ કોન્ટ્રાક્ટ ના ભ્રષ્ટાચાર બાબતે કોન્ટ્રાક્ટરો સાથે ની સાંઠગાંઠના આક્ષેપ ને લઈને પ્રદેશ ભાજપની સુચનાને મળતા બંને સદસ્યોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તેમના રાજીનામાં આપી દીધા હતા, જોકે તેમના ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતે કોંગ્રેસ દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ડમી નોટોનો ઢગલો કરી તેમજ ભ્રષ્ટાચાર અંગેનો યજ્ઞ કરી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર અંગેના સૂત્રોચ્ચાર કરી અને યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ડમી નોટોના બંડલ લઈ અને કોંગ્રેસના આગેવાનો સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનના ચેમ્બરમાં પહોંચ્યા હતા જ્યાં આ બંને નગરસેવકોને તેમના નગરસેવકના પદેથી હટાવવાની માંગ કરવામાં આવી હતી, તેમજ ડમી નોટોના હાર અને ડમી નોટોના બંડલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ટેબલ પર મૂકી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. અંગે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપના જે પદાધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો સંડોવાયા હોય તેમની પર પણ કાર્યવાહી કરવા સાથે ઉચ્ચસ્તરીય તપાસની રાજ્યપાલને મળી માગણી કરાશે. જોકે વિરોધ પ્રદર્શિત કરી રહેલા શહેર કોંગ્રેસના અધ્યક્ષ સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
