આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ‘આપ’ના કાર્યકરો દિવસ રાત અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતના બાળકો માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે, ખેડૂતો માટે આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે વલસાડમાં આયોજીત રોડ શો માં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું. તમારા બાળક માટે શાનદાર સરકારી શાળા બનાવીશ. દિલ્લીમાં અમે એટલી શાનદાર સરકારી શાળાઓ બનાવી છે કે પ્રાઇવેટ શાળાઓમાંથી બાળકો પોતાનાં નામ નિકાળીને સરકારી શાળાઓમાં એડમિશન લઇ રહ્યા છે. દિલ્લીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબો અને અમીરોનાં બાળકો સાથે અભ્યાસ કરે છે. દિલ્હીમાં IAS અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે. તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, અભ્યાસનો તમામ ખર્ચ મફત. દિલ્હીમાં રિક્ષાચાલકોનાં બાળકો એન્જિનિયર બની રહ્યાં છે, મજૂરોનાં બાળકો હવે ડૉક્ટર બની રહ્યાં છે. ગુજરાત માટે મેં એક શાનદાર પ્લાનિંગ કરી રાખી છે. હું તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ. આ મારી જવાબદારી છે. દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે. તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું. અત્યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી તમારા બાળકોને 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 1000000 સરકારી નોકરીની વ્યવસ્થા કરશે. મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો. 27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદાર શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.
