Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, આજે આવેદન પત્ર ભર્યા બાદ એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર હોવાથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમિત શાહ સાથે રોડ શો કરી આજે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા તેમના એફિડેવિટ મુજબ, તેમણે દર્શાવ્યું છે કે તેમની પાસે 8.22 કરોડની જંગમ અને સ્થાવર સંપત્તિ છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર 4.59 કરોડ છે. તેમની એફીડેવિટ પ્રમાણે તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા સેન્ટ્રલ ઓફિસ સુધી ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભાજપનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું.

ઘાટલોડીયા વિઘાનસભા બેઠક પરથી તેમને દાવેદારી નોંધાવી છે ત્યારે આ બેઠક એ ભાજપનો ગઢ રહી છે. આ બેઠક પરથી ભાજપે બે મુખ્યમંત્રી આપ્યા છે અને તેઓ જ અત્યાર સુધી આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 2017 બાદ બીજીવાર દાવેદારી નોંધાવી છે. ઘાટલોડીયા બેઠક પર ગત વખતે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો હતો તેઓ ગત વખતે 1.17 લાખ વોટથી જીત્યા હતા. આજે ભવ્ય રેલીનું આયોજન અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ગીતાબેન પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા ચૂંટાયા

Karnavati 24 News

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

Karnavati 24 News

આ મારી છેલ્લી ચૂંટણી છેઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતે કહ્યું- ચૂંટણી ગુપ્ત છે, 18 સુધીમાં ઘણું બદલાઈ જશે; વડાપ્રધાનને બોલાવ્યા, વાત કરી નહીં

Karnavati 24 News

ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગર સેવકોના કરતુતો લઈ આવ્યા હતા પ્રભારી . . .

Karnavati 24 News

પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે થશે પ્રચાર પડઘમ શાંત

Admin

આવતીકાલે NCC રેલીને સંબોધશે PM મોદી, 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે

Admin