Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

ભારતવંશી બાળરોગ નિષ્ણાત ડૉ. અંગરાજ ખિલ્લનને ઑસ્ટ્રેલિયન ઑફ ધ યરનો પુરસ્કાર કરાયો એનાયત

ભારતીય મૂળના બાળરોગ નિષ્ણાત ડૉ. અંગરાજ ખિલ્લનને 2023 માટે ઑસ્ટ્રેલિયન ઑફ ધ યરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વિક્ટોરિયા રાજ્યના રહેવાસી ડૉ. અંગરાજને ઘણા ઓસ્ટ્રેલિયન સમુદાયોને આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સંભાળ આપવા બદલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 56 વર્ષીય ડૉ. ખિલ્લન હેલ્થ અવેરનેસ સોસાયટી ઑફ ઑસ્ટ્રેલિયા (HASA) ના સહ-સ્થાપક છે. તે બહુવિધ ભાષાઓમાં સ્ટેજના માધ્યમથી આરોગ્ય વિશે દંતકથાઓ, નિષેધ અને ગેરમાન્યતાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે. HASA માનસિક સ્વાસ્થ્યથી લઈને કોવિડ રસીકરણ સુધીના વિષયો પર પ્લેટફોર્મ દ્વારા અંગ્રેજી, હિન્દી, પંજાબી, ઉર્દૂ અને અરબીમાં વર્ચ્યુઅલ સત્રોનું આયોજન કરે છે.

આ એવોર્ડને ગણાવ્યો સન્માન અને વિશેષાધિકાર 

ડૉ. ખીલ્લને જણાવ્યું હતું કે, આ એક સન્માન અને વિશેષાધિકાર છે, આ મારા માટે ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમુદાયોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સખત મહેનત કરવાની સાથે ઘણી જવાબદારી પણ લાવે છે.’

ભારતમાં એક વિદ્યાર્થી તરીકે તેમણે મંદિરની બહાર તેમના તબીબી અભ્યાસ માટે પૈસા એકત્રિત કર્યા. 2010માં મેલબોર્ન ગયા બાદ ખીલ્લને ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડન વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. તેમણે હેલ્થકેર અને હેલ્થ એજ્યુકેશનના ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિક્ટોરિયાના ગવર્નર લિન્ડા ડેસાઉ એસીએ ટ્વિટ કર્યું કે, ‘બાળરોગ નિષ્ણાત અંગરાજ ખિલ્લનને 2023 ઑસ્ટ્રેલિયન ઑફ ધ યર તરીકે પસંદ થવા બદલ અભિનંદન. ડૉ. ખીલ્લને ઓસ્ટ્રેલિયામાં વસતા વિવિધ સાંસ્કૃતિક સમુદાયોમાં આરોગ્ય સંબંધિત શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવી છે.

संबंधित पोस्ट

કેન્દ્ર સરકારે લોન્ચ કરી અગ્નિપથ ભરતી યોજના, જાણો યુવાઓને કેવી રીતે મળશે લાભ

Karnavati 24 News

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

Karnavati 24 News

ચીનમાં કોરોના કેસ: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચીનમાં આ સજા

Karnavati 24 News

વલસાડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા, સ્થિતિનો તાગ મેળવી સૂચનો કર્યા

Karnavati 24 News

‘પાકિસ્તાની ચાયવાલા’ના નામથી પ્રખ્યાત આ યુવકે જે કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News