સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદે હાલમાં સાંસદમાં રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં નવું બજેટ દરેક વર્ગના લોકોને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
… આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં હાલ કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા ઉપસ્થિત છે. ત્યારે તેઓએ હાલમાં રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨ ના બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ પ્રગતીના પંથે છે. નાણામંત્રી નિર્મળા સીતારામને રજૂ કરેલ બજેટ દેશના દરેક વર્ગને આવરી લેતા અને લાભકર્તા હોવાનુ જણાવ્યુ હતુ.જ્યારે આ અગાઉનુ બજેટ જે ૨૮ લાખ કરોડનું હતુ તે ૩૫% ના વધારા સાથે હાલ ૩૯ લાખ કરોડનું થયુ છે. નેશનલ આયુસ મીશન અંતર્ગત દેશભરમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં નવા ૧.૫૦ લાખ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જેમાં આયુષને લગતા સેન્ટરો પણ બનાવાશે જેથી લોકોને તબીબી સારવાર માટે સુવિધાનો વધારો થશે તેમ જણાવ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, નરેશભાઈ કૈલા, હાર્દિકભાઈ ટમાલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.