Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગર કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને ભારે રોષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ટીકિટોને લઈને વિખવાદ વધી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં હજુ પણ આંતરિક વિખવાદ પૂરો થવાનું નામ નથી લેતો અને ઉમેદવારોને લઈને ભારે નારાજગી બહાર આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ છે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ છે. મહીસાગર કોંગ્રેસ યાદ સુરતના માંગરોળ તલુકામાં કોંગ્રેસમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે.

મહીસાગર જિલ્લામાં 3 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ન થતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવી રહ્યો છે. લુણાવાડા કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીએ પણ મહીસાગર જિલ્લામાં ઉમેદવારો જાહેર ન થતા કોકડું ગુંચવાઈ ગયું છે. સુરતના માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં ભડકો થયો છે અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય ભરતસિંહ કાઠવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત વટારીયા સુગરના માજી ડિરેક્ટર જયેન્દ્રસિંહ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે ત્યારે ગત ચૂંટણીમાં જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો જીતી છે તેમાં વધુ ફોક્સ રાખ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.

संबंधित पोस्ट

ધો. 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને ઝડપી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

Gujarat Desk

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી

Gujarat Desk

ગ્રાહક સુરક્ષા માટે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરાયા

Gujarat Desk

રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ 

Gujarat Desk

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી અને પ્રાધ્યાપક સંમેલનમાં દેશભરના પ્રાધ્યાપકો અને સાહિત્યકારો ઉપસ્થિત થયાં.

Gujarat Desk

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin
Translate »