Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

ગુજરાતમાં દરેક રીજન મહત્વના છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મતદાતાઓ પણ સૌ કોઈ પાર્ટીની વધુ નજર હોય છે ત્યારે અરવિંગ કેજરીવાલના અગાઉ દક્ષિણ ગુજરાતના યોજાઈ ચૂકેલા પ્રવાસ બાદ તેઓ એકવાર ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે જ્યાં તેઓ નવી ગેરન્ટી આ પ્રવાસ દરમિયાન લોકોને આવશે. 16 ઓગષ્ટે કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે.

આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના એક પછી એક પ્રવાસો ગુજરાતની અંદર યોજાઈ રહ્યા છે. કેજરીવાલના અત્યાર સુધી જેટલા પણ પ્રવાસો થયા છે તેમાં અમદવાદ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પ્રવાસ થયા છે તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રામાં આ તેમના ઉપરાઉપરી પ્રવાસ છે. આ વખતે કેજરીવાલ વાંકાનેર કે, અમરેલી વિસ્તારનો પ્રવાસ કરી શકે છે. 16 અને 17 એમ બે દિવસ ગુજરાતમાં રોકાઈ તેવી શક્યતા છે. અગાઉ પણ તેમનો સૌરાષ્ટ્રમાં પોરબંદ, જામનગર, સોમનાથ સહીતના વિસ્તારમાં બે દિવસનો પ્રવાસ યોજાયો હતો.

– સૌરાષ્ટ્ર આ માટે છે ખાસ
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મોટી અસર પાડી શકે છે. કેમ કે, સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા સરળ નથી. ખાસ કરીને 2017ની ચૂંટણીમાં ભાજપને પણ રાજકોટ, અમરેલી, સોમનાથ સહીતની કેટલીક સીટો ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે કોંગ્રેસ, ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર આ વિસ્તારમાં ચૂંટણીમાં લગાવી રહી છે. ખાસ કરીને વિવિધ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સૌરાષ્ટ્રની અમરેલી, ધારી, લાઠી, ઉના, કોડીનાર, તલાલા, સોમનાથ, ધાનેરા, માંગરોલ, રાજુલા અને તળાજા સહિતની બેઠકો પર બાજ નજર છે. તેમાં પણ ભાજપ આ બેઠકો પર કમર કરી રહ્યું છે ત્યારે આપ પાર્ટી અને અરવિંદ કેજરીવાલના પણ એક પછી એક પ્રવાસો ચિંતા બન્ને પાર્ટીઓ માટે વધારી શકે છે.

-અમદાવાદમાં તેમને નવી ગેરન્ટી મહિલા મતદારોને આપી
અગાઉ અમદાવાદમાં તેમને નવી ગેરન્ટી મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને આપી હતી. અમદાવાદમાં તેની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 18 વર્ષથી મોટી યુવતીઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની ગેરેન્ટી એરવિંદ કેજરીવાલે આપી હતી. અગાઉ તેમને સૌથી મોટી ગેરન્ટી 300 યુનિટ વીજળી ફ્રી, 10 લાખ યુવાનોને રોજગારી આપવા સહીતની કરી છે. આ ઉપરાંત વેપારીઓને પણ ગેરન્ટી આપી છે.

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

ગુજરાત દિપોત્સવ અંક વિક્રમ સંવત 2078 મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યો

મોરબી બેઠક પરથી ભાજપના કાન્તિલાલ અમૃતિયાએ સમર્થકોની વિશાલ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઓફિસમાં રહેતો અનિલ હેગડે એટલો સમર્પિત છે કે તેણે લગ્ન પણ કર્યા નથી.

Karnavati 24 News

શાહબાઝ શરીફ સરકાર માટે મોટી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ ફરી એક વખત ખખડાવ્યા

Karnavati 24 News