Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ગાંધીનગર જિલ્લામાં મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ-સરનામાં વગરનાં ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

પ્રકાશકની ઓળખ અંગેના પુરાવા આપ્યા વિના કોઈ પણ વ્યક્તિ ચૂંટણીલક્ષી સામગ્રી છપાવી શકશે નહીં

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષી ને ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂ:ટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વ્યક્તિ મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ અને સરનામાં વગરના ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે છાપી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં. આ પ્રકારની ચૂં:ટણીલક્ષી સામગ્રી છપાવતા પૂર્વે પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મુદ્રકને આપ્યા બાદ જ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો કે અન્ય સામગ્રી છાપી કે છપાવી શકાશે નહીં આ અંગેનું જાહેરનામું નિવાસી અધિક કલેક્ટર શ્ભરત જોષી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા માં જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તારો માટે આગામી તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન અને તા. ૮ ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાનાર છે. ત્યારે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતા ની કડક અમલવારી તથા પાલન થાય તે અત્યંત જરૂરી હોઈ, નિવાસી અધિક કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લાના મુદ્રકોને ઉક્ત આદેશની જોગવાઈઓ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ચૂંટણી ને લગતાં ચોપાનિયાં, ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરતી વખતે મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામા અચૂક દર્શાવવા જણાવવામાં આવ્યું છે.
આ માટે ચૂંટણીલક્ષી કોઈ પણ સામગ્રીનું મુદ્રણ હાથ ધરતાં પહેલાં મુદ્રકે ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલું નિયત નમૂના મુજબનું એકરાર પત્ર બે નકલમાં પ્રકાશક પાસેથી મેળવવાના રહેશે. એટલું જ નહીં, મુદ્રકે પણ ત્રણ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પણ છાપેલા દસ્તાવેજોની નકલ સાથે રજૂ કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર છ માસની સજા અથવા રૂ. ૨૦૦૦/-  દંડ ને પાત્ર થશે તેમ જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તા. ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી અમલ માં રહેશે.

संबंधित पोस्ट

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

જવાહર મેદાન વડાપ્રધાન ને આવકારવાં સજ્જ કરવા માં આવ્યું છે .

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

Karnavati 24 News