મહેસાણા નગરપાલિકા ની અંદાજિત એક જ પહેલા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપ એ મોટા ભાગની બેઠકો પર વિજય મેળવ્યો હતો અને ભાજપ પાલિકામાં સતામાં આવી હતી અને ભાજપ દ્વારા મહેસાણા પાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલની પસંદગી કરી હતી ત્યારે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળ્યા બાદ એકજ વર્ષમાં મહેસાણા શહેર ને 22 કરોડ ના વિકાસ કામની ભેટ આપવામાં આવી છે ભૂતકાળમાં મહેસાણા શહેરમાં એક વર્ષમાં 15 કરોડ થી વધુ ના કામ થયા નો હતા ત્યારે મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ ની અનોખી સિદ્ધિ મેળવી છે તેમના દ્વારા એક જ વર્ષમાં મહેસાણા શહેરમાં વરસાદી પાણી ન નિકાલ નો પ્રશ્ન ઉકેલવાની યોજના અમલમાં મુકવામાં આવી છે તેમજ વરસાદી પાણીના નિકાલ માટે 7.5 કરોડ ની યોજના કાર્યરત કરવામાં આવી છે આ યોજના પૂર્ણ થતાં મહેસાણા શહેરમાં વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે આ સિવાય તેમના દ્વારા અનેક વિકાસના કામો છેલ્લા એક વર્ષમાં કરવામાં આવ્યા છે