Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 આગામી દિવસોમાં યોજાનાર છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. અમદાવાદ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. અમદાવાદ જિલ્લાની કુલ 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા સમયાનુસાર આગળ વધી રહી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ મતદાર વિભાગ માટે વિવિધ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારીપત્ર મેળવવા, ભરવા, ચકાસવા તેમજ પરત ખેંચવાનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ

(1) મતદાર વિભાગના ચૂંટણી અધિકારી સમક્ષ તા.૧૦-૧૧-૨૦૨૨ થી તા.૧૭-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર આ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
(2) ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારીશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે.
(3) તા.૨૧/૧૧/૨૦૨૨ના બપોરના ૦૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ મતવિભાગના ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
(4) મતદાન તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી કરવાનું થશે, એવું ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.

संबंधित पोस्ट

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

ઇન્ડિયા ગેટ પર હવે કેમ નહી સળગે અમર જવાન જ્યોતિ, કોંગ્રેસના આરોપો પછી મોદી સરકારની સ્પષ્ટતા

Karnavati 24 News

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

Karnavati 24 News

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin