દાહોદના સાંસદ દ્વારા શિયાળુ સત્રમા વિસ્તારના વિવિધ પ્રશ્નો વિશે સંબંધિત મંત્રીઓને રજૂઆતો કરી છે.ત્યારે દેશના રક્ષા મંત્રીને રૂબરૂ મળી દાહોદમાં સૈનિક સ્કૂલ ખોલવા રજૂઆત કરી હતી. અગાઉ પણ દાહોદના સાંસદ દ્વારા અનેક મંત્રીઓને મળી દાહોદ ના વિકાસ માટે ઘણી ખરી રજૂઆત કરવામાં આવી હતી. દાહોદના જીલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર રક્ષા મંત્રી રાજનાથસિંહની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા, તે દરમ્યાન તેમણે રક્ષા મંત્રીને દાહોદમાં સૈનિક સ્કૂલ ખોલવા માટે લેખિત રજૂઆત કરી હતી. દાહોદના સાંસદનું કહેવું છે કે ગુજરાતમાં માત્ર જામનગર ખાતે જ એક સૈનિક સ્કૂલ આવેલ છે ત્યારે દાહોદના સાંસદ દ્વારા દાહોદ લોકસભા વિસ્તાર માં પણ એક સૈનિક સ્કૂલ ખોલવામાં આવે તે માટે રજૂઆત કરાતા આશા બંધાઈ છે. દાહોદના જીલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર અગાઉ દાહોદ ઇન્દોર પરિયોજના તેમજ FM રેડીયો ની સુવિધા મળી રહે તે માટે જે તે વિભાગના મંત્રીઓને રૂબરૂ મળી સુવિધા પૂરી પાડવા માટે માંગ કરી હતી. જેમા સંબંધિત વિભાગ દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળતાં વિસ્તારના વિકાસની દિશા ઉજ્જળ બની રહી છે. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લો એક મહત્વકાંક્ષી જિલ્લો છે અને દાહોદ શહેર સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ છે દાહોદ જિલ્લામાંથી મોટાભાગે લોકો દેશની રક્ષા કાજે સેનામાં જોડાયા .છે પોતાની વીરતા અને બલિદાનો માટે દાહોદ જિલ્લા વાસીઓ જાણીતા છે.
