Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન સાથે રખડતા પશુ કે પ્રાણીઓ અથડાવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘટનાઓને રોકવા માટે હવે રેલવે પ્રશાસને કડક પગલાં ભરવાની પહેલ કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના મુંબઈ વિભાગે ગામોના સરપંચોને પત્ર લખીને કડક સૂચના આપી છે કે રખડતા પશુઓ કે પ્રાણીઓ રેલવે ટ્રેકની આસપાસ ન ફરે. આરપીએફએ ચેતવણી પણ આપી છે કે જા પશુઓ રેલવે લાઇનની આસપાસ ભટકતા જાવા મળશે તો તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ મુજબ પાલઘર આરપીએફ દ્વારા ૨૮ ઓક્ટોબરે લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘણા પશુઓ કે પ્રાણીઓ રેલવે ટ્રેક પર રખડતા જાવા મળે છે અને ક્યારેક તે ટ્રેક પર પણ આવી જાય છે. જેના કારણે તેમના કચડાઈ જવાના બનાવો બને છે. આરપીએફએ આ વિસ્તારોના સરપંચોને તમામ રખડતા પશુઓને ગૌશાળામાં મોકલવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનર (પશ્ચિમ રેલવે) વિનીત ખરાબે જણાવ્યું હતું કે રેલવે ટ્રેકની આસપાસ પ્રાણીઓ આવતા અને રખડતા અટકાવવા માટે સરપંચો અને જિલ્લા કલેક્ટરને નોટિસ મોકલીને ગ્રામજનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટÙના પાલઘરથી લઈને સુરતના ઉધના સુધી આવા ઘણા નાના ગામો છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રાણીઓ છે. ટ્રેનો સાથે પશુઓ અથડાવાના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને, આ ગામોના સરપંચોને નોટિસ આપવામાં આવી છે કે જેથી તેના પર નિયંત્રણ રાખવામાં આવે અને તેમને રેલવે લાઇનની આસપાસ ભટકવા દેવામાં ન આવે. કારણ કે આ અકસ્માતો માત્ર ટ્રેનના એÂન્જનને જ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ મુસાફરોના જીવને પણ જાખમમાં મૂકે છે. ૨૯ ઓક્ટોબરના રોજ, મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુજરાતના અતુલ સ્ટેશન પાસે એક ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેન તેના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ૨૦ મિનિટનો વિલંબ થયો હતો. એટલું જ નહીં ટ્રેનના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. અગાઉ, આૅક્ટોબર ૬ ના રોજ, ગુજરાતના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે મુંબઈથી ગાંધીનગર જતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ચાર ભેંસોના મોત થયા હતા. બીજા દિવસે એટલે કે ૭ ઓક્ટોબરે બનેલી આવી જ બીજી ઘટનામાં ગુજરાતના આણંદ નજીક ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે એક ગાય સાથે અથડાઈ હતી.

संबंधित पोस्ट

દિલ્હીમાં 500 ત્રિરંગા સ્થાપિત કરવામાં આવશે, આ કામો જોવા માટે સ્વયંસેવકોની સમિતિ બનાવવામાં આવશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી

Karnavati 24 News

સરકાર ખેડૂતોને આર્થિક રીતે ટકાઉ કૃષિ વ્યૂહરચના અપનાવવા પ્રોત્સાહિત કરે છે

ઉડતા પંજાબઃ 100 દિવસમાં નશાના કારણે 59 લોકોએ જીવ ગુમાવ્યા

Karnavati 24 News

ભારતવંશી બાળરોગ નિષ્ણાત ડૉ. અંગરાજ ખિલ્લનને ઑસ્ટ્રેલિયન ઑફ ધ યરનો પુરસ્કાર કરાયો એનાયત

Admin

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં ૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી

Karnavati 24 News

PM મોદીએ C-295 એરક્રાફ્ટના પ્રોડક્શન સેન્ટરનો પાયો નાખ્યો, કહ્યું- મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત થશે

Karnavati 24 News