ભૂરી આંખોવાળા અરશદ ખાનની તસવીર ફોટોગ્રાફર જિયા અલીએ ક્લિક કરી છે. તેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાનમાં (pakistan) રહેતા અરશદ ખાનને (arshad khan) કોણ ભૂલી શકે છે. તે લાહોરનો (lahor) એ જ ચાવાળો છે જેની તસવીર સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ હતી. અરશદ ખાનની ભૂરી આંખવાળી તસવીર જોઈને લોકોએ તેની સ્માર્ટનેસ પર ઘણી કોમેન્ટ્સ કરી હતી. હવે આ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોકોને લાહોરમાં તેના કેફેમાં આવવાનું કહી રહ્યો છે.
અરશદે ત્રણ ચાના કેફે ખોલ્યા છે
ભૂરી આંખોવાળા અરશદ ખાનની તસવીર ફોટોગ્રાફર જિયા અલીએ ક્લિક કરી હતી. તેની તસવીરો આજે પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. 2020માં તેણે ઈસ્લામાબાદમાં પોતાનું ચા કેફે ખોલ્યું હતું. હવે અરશદ પાસે ત્રણ ચા કેફે છે, બે લાહોરમાં અને એક મુરીમાં. તાજેતરમાં, તેણે એક વિડિયો શેર કર્યો જેમાં તે સોશિયલ મીડિયા યુઝર્સને ગુલબર્ગામાં તેના કેફેની ટૂર કરાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા એક વાયરલ વીડિયોમાં અરશદ ખાન લાહોરના ગુલબર્ગામાં તેના એક કેફેમાં પ્રવેશતો જોવા મળે છે. તેઓ કેફે , લાઉન્જ અને અન્ય જગ્યાઓ બતાવી રહ્યાં છે. અરશદ કહે છે કે કેફેના મેનૂમાં તેની સ્પેશિયલ ચા, પિઝા અને સ્ટીક સહિત વિવિધ પ્રકારની વાનગીઓ આપવામાં આવે છે. મેનુમાં કેટલીક વધુ વાનગીઓ પણ ઉમેરવામાં આવી છે.
કોણ છે અરશદ ખાન?
અરશદ ખાનને સપ્ટેમ્બર 2016માં પ્રોફેશનલ ફોટોગ્રાફર જિયા અલી દ્વારા જોવામાં આવ્યો હતો. બ્લુ કુર્તામાં સજ્જ અરશદે ઈસ્લામાબાદની રસ્તાઓ પર ચા બનાવી અને ઝિયાએ તેની તસવીર લીધી હતી. આ તસવીરો વાયરલ થતાં અરશદને ઘણી લોકપ્રિયતા મળી અને તે પાકિસ્તાનના ચાયવાલા તરીકે ખૂબ પ્રખ્યાત છે.
કેફે ચાયવાલા તેમના કેફેનું નામ છે જેની ઘણી શાખાઓ છે. એક કેફેમાં રૂફટોપ પણ છે. અગાઉના એક ઈન્ટરવ્યુમાં અરશદે કહ્યું હતું કે, “ઘણા લોકોએ મને તેમના કેફેનું નામ અરશદ ખાન રાખવા કહ્યું અને મને અત્યારનું નામ બદલવા કહ્યું હતું. પણ મેં ના પાડી કારણ કે ચાવાલા મારી ઓળખ છે.