Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી  રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 13,734 નવા કેસ સામે આવ્યા છે. જો કે, સક્રિય કેસોમાં તીવ્ર ઘટાડો થયો અને ઘટીને 1,39,792 પર આવી ગયો.

મંગળવારે સવારે 8 કલાકે અપડેટ થયેલા ડેટા અનુસાર, હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,40,50,009 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોએ કોરોના સામે હાર માની છે. આ સાથે કુલ મૃત્યુઆંક પણ વધીને 5,26,430 થયો છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4,197નો ઘટાડો થયો છે. આ ઘટીને 1,39,792 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તે કુલ સંક્રમિતોના 0.32 % છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.49 % છે.

દિલ્હીમાં કોરોનાના 822 નવા કેસ સામે આવ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના સંક્રમણના 822 નવા કેસ સામે આવ્યા, જેથી સંક્રમ્ણ દર વધીને 11.41 % પર પહોંચી ગયો, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં સોમવારે કોવિડ 19 થે બે લોકોના મોત થયા. ત્યારબાદ મહામારીના લીધે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 26,313 પર પહોંચી ગઇ છે. 822 નવા દર્દી મળવાથી દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂકેલા લોકોનો આંકડો વધીને 19,56,593 થઇ ગયો.

संबंधित पोस्ट

મુંબઈ : કોવિડ -19ના પ્રકોપ વચ્ચે નકલી હોસ્પિટલ ફર્મ બનાવીને સારવાર કરવામાં આવી

Admin

સરકારે ‘ગે’ સામે વાંધો ઉઠાવ્યો, કોલેજિયમના 20 નામ પાછા મોકલ્યા

Admin

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

દિલ્હીમાં 500 ત્રિરંગા સ્થાપિત કરવામાં આવશે, આ કામો જોવા માટે સ્વયંસેવકોની સમિતિ બનાવવામાં આવશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી

Karnavati 24 News

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

Admin

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

Karnavati 24 News
Translate »