Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતેના સરદાર સરોવર-નર્મદા ડેમમાં ઉપરવાસના જળાશયોમાંથી છેલ્લા બે દિવસથી પાણીની આવકમાં થઇ રહેલો સતત વધારો તેમજ નર્મદા ડેમમાંથી અને ભૂગર્ભ જળ-વિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ નર્મદા નદીમાં છોડાઇ રહેલા સરેરાશ આશરે કુલ-૫.૪૫ લાખ ક્યુસેક પાણીના જથ્થામાં વધારો કરીને અંદાજે ૭.૪૫ લાખ ક્યુસેક જેટલો જથ્થો છોડવાની સંભાવનાને લક્ષમાં લઇને નર્મદા જિલ્લા કલેકટર લ શ્વેતા તેવતિયાએ તમામ વિભાગોના અમલીરણ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને તેવતિયાએ પ્રવર્તમાન પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સાવચેતીરૂપે અગમચેતીનાં જરૂરી તમામ પગલાંઓ સમયસર લઇને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી રાખવા સૂચના આપી હતી.

 જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, સરદાર સરોવર-નર્મદા ડેમ અને કરજણ ડેમ કંટ્રોલના સંચાલન અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા ડિઝાસ્ટર લાયઝન અધિકારીશ્રીઓ, તમામ તાલુકાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, માર્ગ-મકાન વિભાગ અને DGVCL ના ઇજનેરશ્રીઓ, ડિઝાસ્ટર મામલતદારશ્રી વી.સી..ચાવડા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ સરદાર સરોવર-નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણી અને વરસાદથી થનાર નુકશાનને અટકાવવા સંદર્ભે અગમચેતીના ભાગરૂપે કરવાની થતી આવશ્યક તમામ કામગીરી અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
 બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારશ્રીઓ પાસેથી નર્મદા ડેમમાંથી વધારે પાણી છોડવાની પરિસ્થિતિમાં સંભવત: અસરગ્રસ્ત ગામોમાં સ્થળાંતરની જરૂરિયાત, આશ્રય સ્થાનો, રાહત-બચાવની કામગીરી વગેરે જેવી બાબતોના આગોતરા આયોજન સંદર્ભે કરાયેલી તૈયારીઓ-વિગતોની જાણકારી મેળવવાની સાથે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી અને આ અંગેના રચનાત્મક સૂચનો સહિત તેમણે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
 જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ વધારે પાણી છોડવામાં આવે ત્યારે જરૂર જણાય તો, વિલંબ વિના સ્વવિવેકથી અસરગ્રસ્તોનું સલામત સ્થળે ઝડપી સ્થળાંતર થાય તેમજ આશ્રય સ્થાનોમાં રહેવા-જમવા-પીવાના પાણીની સગવડોની ઉપલબ્ધિ સુનિશ્વિત કરવા સાથે આવા આશ્રય સ્થાનોએ પૂરતી સ્વચ્છતા પણ જળવાઇ રહે તે હેતુસર સંબંધિત તાલુકા મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને આવા આશ્રય સ્થાનોની રૂબરૂ મુલાકાત લઇને ત્વરિત ઘટતી કાર્યવાહીની પણ તેમણે ખાસ સૂચના આપી હતી.
  નિચાણવાળા વિસ્તારોમાં લોકોની અવર-જવરને નિયંત્રણ કરવા તથા જ્યાં પ્રવાસીઓ વધુ જતાં હોય તેવા નદીના પૂરના વિસ્તારમાં લોકોની અવર-જવર નિયંત્રણ કરવા માટે સ્થાનિક પોલીસની મદદથી જરૂરી સર્વે કરીને આવી જગ્યાએ લોકોની સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ જિલ્લા કલેકટર તેવતિયાએ જરૂરી સૂચના આપી હતી.

संबंधित पोस्ट

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News

સિહોરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ગરમીમાં શેકાયા, લોકો પરેશાન

Karnavati 24 News

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

Karnavati 24 News

શાનદાર/ 21 વર્ષની ઉંમરમાં આપની લાડકી દિકરી બની જશે 65 લાખ રૂપિયાની માલિક, બસ આટલું કરો રોકાણ

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

સાઈબર ફ્રોડની માહિતી આપનારને રોકડમાં ઈનામ આપવામાં આવશે, માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે

Admin