Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જામનગર કોંગ્રેસનો ગઢ, ભાજપ માટે કપરા ચઢાણ છતાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

સૌરાષ્ટ્રમાં ગત વખતે ભાજપે ભારે નુકશાન વેઠ્યું હતું ત્યારે આ વખતે ભાજપ અહીં 54 બેઠકો પર મહેનત કરી રહી છે. ત્યારે તેમના માટે જામનગર એ કપરા ચઢાણ સમાન રહ્યું છે. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે આજે  જામનગર દક્ષિણ બેઠક માટે આજે લેવાયેલી સેન્સ પ્રક્રીયામાં ઉમેદવારોનો રાફડો ફાટી નિકળ્યો હતો. જેથી ભાજપ પણ અહીં આ બેઠક માટે રીપિટ થીયરી અપનાવે તેવી શક્યતા છે. જામનગરની જવાબદારી રાઘવજી અને પૂનમ માડમને સોંપાઈ છે પરંતુ તેમને પણ આ માટે અલગ રણનિતી અપનાવવી પડી શકે છે.

જામનગર જિલ્લાની કાલાવડ બેઠક અનુસૂચિત સમાજ માટે અનામત બેઠક છે. જે હાલમાં કોંગ્રેસના નેજા હેઠળ છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસાડિયા આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે. જામજોધપુર બેઠક પણ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા બેઠક પર જીત્યા છે.

આ બેઠક પર કડવા પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે અને પાટીદારોની નારાજગી ગત ચૂંટણીમાં કોંગ્રેસને પણ ફળી હતી ત્યારે હજુ સુધી પાટીદારોને સંપૂર્ણ રીતે રીઝવી શકાયા નથી. જામનગર જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પક્ષ પલટો કર્યો હતો. કૃષિ મંત્રી 2017ની ચૂંટણીમાં હાર્યા હતા  પરંતુ ત્યારબાદ રાઘવજી પટેલ 2019ની પેટાચૂંટણીમાં જીત્યા હતા અને મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું હતું.જેથી આ વખતે પણ ભાજપે પણ વિચારીને આગળ ચાલવું પડશે.

જામનગર શહેરની બે બેઠકો માટે ભાજપે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં બે બેઠક પરથી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં જામનગર ઉત્તરમાં 6 અને દક્ષિણ બેઠક પર 19 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેથી દક્ષિણ બેઠક પર ભાજપ પણ રીપિટ થીયરીનું વિચારી શકે છે.

संबंधित पोस्ट

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

અમરેલી જિલ્લામાં સક્રિય લુંટારૂ ગેંગને જેલ કરવા ધારાસભ્ય પરેશ ધાનાણીની માંગ

Karnavati 24 News

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી: મોડી રાત્રે મોટાપાયે માથાકૂટ થતાં પોલીસ ઉતારવામાં આવી

Admin

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

Admin

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News
Translate »