કોરોનાની ઝપેટમાં આવી ગયેલા કચ્છમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૬૦ ને પાર થવા પામ્યો છે. આજે ૧૭ નવા કેસ નોંધાયા છે. જે પૈકી ૧૦ કેસ શહેરી વિસ્તારમાં અને ૭ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયા છે. આજે સર્વાધિક ૧૦ કેસ ભુજમાં નોંધાયા છે. ગુજરાતમાં આજે કોવિડના નવા ૯૬૮ કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે કચ્છમાં ઓમીક્રોનનો એક પણ કેસ આજે નોંધાયો નથી. આ સાથે હવે તંત્રને વધુ સતર્ક બનવાની જરૂર છે. જેથી ગત વર્ષની જેમ બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને કારણે નિર્દોષ વ્યક્તિઓને જીવ ગુમાવવા ન પડે.