જો કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રૂડનો ભોગ બને તો તુરંત 1930 માં ફોન કરવો અડધો કલાકમાં જાણ કરવામાં આવે તો નાણા રિકવરીના ચાન્સ વધુ છે તેમ એસઓજી પીઆઈ એ એમ ગોહિલે જણાવ્યું હતું આ અંગે મળતી વિગત મુજબ હાલ દિવાળીના તહેવાર હોય મોટાભાગના લોકોના બેંકમાં નાણા વધુ હોય છે ત્યારે આ સીઝનનો લાભ લઈને હિન્દીભાષી ટીમ સજ્જત થઈ છે આવી ટીમ દ્વારા ફોન કરી એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે બેન્ક ખાતું બંધ થઈ જશે તમારું લાઈટ બિલ બાકી છે તેવું કહી બેંક અધિકારી આરબીઆઈના અધિકારી કે જીઈબીના અધિકારી તરીકે ફોન કરે છે બાદમાં વિશ્વાસ કેળવી મોબાઈલ ફોન પર આવેલ ઓટીપી ડેબિટ કાર્ડ જેવી મહત્વની વિગત મેળવી બાદમાં બેંકમાંથી નાણા ઉપાડી લે છે ત્યારે આવા હિન્દીભાષી કે અજાણા કોઈપણ શખ્સોના ફોન આવે તો ફોનમાં એટીએમ કાર્ડ ઓટીપી વગેરે ન દેવા તેમજ અજાણી લિંક પણ ન ખોલવી. કોઈપણ બેંક ક્યારેય ગોપનીય માહિતી માગતી જ નથી ત્યારે આવા કોઈપણ અજાણા લોકોના ફોન આવે તો કોઈ પણ વિગત ન આપવી
